Home /News /business /

ભારતીય રૂપિયો ફરી પડ્યો નબળો! હવે એક અમેરિકન ડોલરની કિંમત રૂ. 71

ભારતીય રૂપિયો ફરી પડ્યો નબળો! હવે એક અમેરિકન ડોલરની કિંમત રૂ. 71

ફાઈલ ફોટો

મહિનાના અંતમાં ડોલરની ખરીદદારીના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.

    ભારતીય રૂપિયો ગગડવાનું ચાલુ છે. અઠવાડીયાના છેલ્લા વ્યવસાયીક સત્ર શુક્રવારે ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 21 પૈસા ગગડ્યો છે. સાથે 70.95ના સ્તર પર ખુલ્યો છે. વ્યવસાયના શરૂઆતની કેટલીક મિનીટમાં જ રૂપિયાએ 71 ડોલરના સ્તરને પણ અડકી લીધુ હતું. જ્યારે ગુરૂવાર વ્યવસાયિક સત્રમાં રૂપિયો 70.74 પ્રતિ ડોલર સ્તર પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય રૂપિયો 10 ટકા જેટલો નબળો થઈ ચુક્યો છે. એવામાં સામાન્ય માણસ અને સરકાર બંનેની મુશ્કેલી વધી ગઈ છે. રૂપિયામાં નબળાઈથી દેશમાં પેટ્રોલ-ડિઝલ સહિત કેટલીએ ચી-વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, એક્સપર્ટનું માનવું છે કે, રૂપિયો હવે વધારે ગગડે તેવી આસંકા નથી. ભારતીય રૂપિયો 72 પ્રતિ ડોલરથી નીચે જવાની આશંકા નથી.

    કેમ ગગડી રહ્યો છે ભારતીય રૂપિયો
    મહિનાના અંતમાં ડોલરની ખરીદદારીના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. સાથે ગ્લોબલ ચિંતાઓના કારણે પણ રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા અને તૂર્કીની કરન્સી પણ ગગડી છે. જ્યારે જુલાઈ વ્યાપાર નુકશાન 18 અબજ ડોલર થવાથી સ્થિતિ બગડી છે. ટ્રેડર્સ, હેજ ફંડ્સે જુલાઈ સુધી લોન્ગ પોઝિશન બનાવી છે.

    કેટલો હજુ ગગડશે રૂપિયો?
    બિઝનેસ ન્યૂઝ ચેનલ સીએનબીસી-આવાજે દેશના કેટલાએ મોટા બેંક અધિકારીઓ સાથે વાતચીત કરી છે, તેમની વાતચીતમાં 40 ટકા બેંકર્સનું માનવું છે કે, ડોલરના મુકાબલે રૂપિયો 72 સુધી તૂટી શકે છે, જ્યારે 20 ટકા બેંકર્સ અનુસાર ડોલરના મુકાબલે રૂપિયો 71.5 સુધી ગગડી શકે છે. જ્યારે 20 ટકા બેંકર્સનું કહેવું છે કે, ડોલરના મુકાબલે રૂપિયો 74 સુધી ગગડી શકે છે, જ્યારે 20 ટકા બેંકર્સનું માનીએ તો, ડોલરના મુકાબલે રૂપિયો 73ના સ્તર સુધી જઈ શકે છે.

    સામાન્ય માણસ પર શું થશે અસર

    - ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે.

    - રૂપિયામાં ઘટાડાથી પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત મોંઘી થશે.

    - તેલ કંપનીઓ પેટ્રોલ-ડિઝલની ઘરેલુ કિંમતોમાં વધારો કરી શકે છે.

    - ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન વધી શકે છે, જેથી મોંઘવારી વધી શકે છે.

    - આ સિવાય, ભારત મોટા પાયે ખાદ્ય તેલ અને દાળની પણ આયાત કરે છે.

    - રૂપિયો નબળો થતા ઘરેલુ બજારમાં ખાદ્ય તેલ અને દાળની કિંમતો વધી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Indian rupee

    આગામી સમાચાર