કોરોનાના દર્દીઓને મળશે રાહત, ભારતમાં Rocheની દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ

CDSCOએ Roche અને Regeneron દ્વારા વિકસિત દવા Casirivimab અને Imdevimabના ઇમજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે

CDSCOએ Roche અને Regeneron દ્વારા વિકસિત દવા Casirivimab અને Imdevimabના ઇમજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે

  • Share this:
નવી દિલ્હી. સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ના કારણે દરરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. સાથે જ કોરોનાનો નવો મ્યુટન્ટ (Covid New Mutant) વધુ ઘાતક હોવાના કારણે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દવા નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને(Central Drugs Standards Control Organization) સ્વિત્ઝર્લેન્ડની ફાર્મા કંપની રોશ (Roche) અને Regeneron દ્વારા વિકસિત કરાયેલી એન્ટીબોડી ડ્રગ કોકટેલ કાસિરિવિમ્બ (Casirivimab) અને ઈમદેવમબ (Imdevimab)ના ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

રોશ (Roche)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત (India)માં આ દવાની મંજૂરી અમેરિકા અને યૂરોપીયન યૂનિયને ઇમરજન્સી ઉપયોગ માટે ફાઈલ કરેલા ડેટાના આધારે આપવામાં આવી છે. સાથે જ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ એન્ટિબોડી કોકટેલને 12 વર્ષથી ઉપરની વ્યક્તિ કે જે 40 કિલોગ્રામ કરતા અધિક વજન ધરાવે છે, તેને કોરોનાના સામાન્ય અને મધ્યમ લક્ષણ જોવા મળે તો આપી શકાય છે.

આ પણ વાંચો, કર્ણાટકના પોલીસકર્મીનો કોરોના સામે રક્ષણ મેળવવા અનોખો પ્રયોગ, પ્રેશર કૂકરથી લીધી આયુર્વેદિક સ્ટીમ થેરાપી

રોશ ફાર્મા ઈન્ડિયાના એમડી વી.સિમ્પસન ઈમેન્યુઅલે જણાવ્યું કે, “ભારતમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, રોશ સ્વાસ્થ્ય સેવાઓ પરના દબાવને ઘટાડવા માટે અને હોસ્પિટલમાં ઓછા દર્દીઓ દાખલ થાય તે માટે પ્રતિબદ્ધ છે.”

આ પણ વાંચો, ગાંધીધામઃ લિક્વિડ ઓક્સજન પર પ્રતિબંધ મૂકાતા દેશના સૌથી મોટા સિલિન્ડર પ્રોડક્શન યૂનિટ 5 દિવસ ઠપ રહ્યા

દેશમાં 24 કલાકમાં કોરોનાના 4,12,262 નવા કેસ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કેસ સામે આવ્યા છે અને 3,980 લોકોના મોત થયા છે. જોકે, ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,29,113 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના 35,66,398 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશમાં 2.30 લાખથી વધુ લોકોના મોત થયા છે.
First published: