મુંબઈ: કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે રેલવે (Indian Railway) પૂરી તાકાત સાથે ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં લાગી ગયું છે. આ દરમિયાન IRCTCએ ખાસ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાનું શરૂ કર્યું છે. જેના અનુસંધાને દેશમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 8 ઓક્ટોબરે વિશેષ ભારત દર્શન ટૂરિસ્ટ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન દ્વારા પર્યટકોને ઝાંસી, વૈષ્ણોદેવી, આગ્રા, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ અને અમૃતસરના પર્યટન સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવશે.
કેટલો ખર્ચ થશે?
ભારત દર્શન ભારતીય રેલવે અને પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલયનો સંયુક્ત પ્રોજેકટ છે. ભારત પર્યટન ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું (વ્યક્તિ દીઠ) 8,505 રૂપિયા છે. જ્યારે થર્ડ એસીનું ભાડું 10,395 રૂપિયા છે. આ ટ્રેનમાં 12 સ્લીપર ક્લાસ અને એક થર્ડ એસી કોચ હશે. આ ઉપરાંત મુસાફરોને 4,00,000 રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે.
યાત્રિકો ક્યાંથી ટ્રેન પકડી શકશે?
મીડિયા અહેવાલ મુજબ IRCTCના પબ્લિક રિલેશન્સ ઓફિસર (PRO) આનંદ કુમાર ઝાના જણાવ્યા અનુસાર, મુસાફરોનું અનુકૂળતા માટે આ ખાસ ટ્રેનમાં બેસવાની સુવિધા રીવા, સતના, કટની, જબલપુર, નરસિંહપુર, ઈટારસી, હોશંગાબાદ, હબીબગંજ, વિદિશા, ગંજ બાસોડા, બીના અને ઝાંસી સ્ટેશનો પરથી ઉપલબ્ધ રહેશે.
આટલી સુવિધા મળશે
આ ટ્રેનમાં 8 રાત અને 9 દિવસની યાત્રામાં દેશના પરંપરાગત યાત્રાધામોને આવરી લેવાયા છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને બજેટ હોટેલ અથવા ધર્મશાળામાં રહેવા અને ટૂરિસ્ટ બસોમાં ફરવાની સુવિધા તેમજ નાસ્તો, બપોરનું અને રાત્રિ ભોજન આપવામાં આવશે. આ યાત્રા દરમિયાન IRCTCની ટીમ સ્વચ્છતા અને આરોગ્ય સાથે સંબંધિત તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખશે. આ યાત્રા બુક કરવા માટે દરેક મુસાફરને કોવિડ રસીની બંને ડોઝ લેવા ફરજિયાત રહેશે.
આ રીતે બુક કરો ટિકિટ
IRCTCના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં મુસાફરી માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. ઇચ્છુક પ્રવાસીઓ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન બુકિંગ કરી શકે છે. તેમજ IRCTCની ભોપાલ જબલપુર અને ઈન્દોર ઓફિસનો સંપર્ક કરીને પણ ટિકિટ બુક કરાવી શકાય છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન IRCTCની ટીમ કોવિડ પ્રોટોકોલ અને હાઇજિન તેમજ હેલ્થની ધ્યાન રાખશે. પર્યટકોની સુરક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવવામાં આવશે. આ ટ્રેન માટે બુકિંગ કરાવનાર દરેક વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોય તેમજ તેણે વેક્સીનના બંને ડોઝ લીધા હોય તે ફરજિયાત છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર