એક ઉંદર પકડવા માટે રેલવે 22 હજાર રૂપિયા ખર્ચ કરી નાખે છે!

રેલવેના ચેન્નઈ ડિવીઝને 2636 ઉંદરો પકડવા માટે 5.89 કરોડ રૂપિયા ખર્ચી દીધા

News18 Gujarati
Updated: October 9, 2019, 3:56 PM IST
એક ઉંદર પકડવા માટે રેલવે 22 હજાર રૂપિયા ખર્ચ કરી નાખે છે!
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 9, 2019, 3:56 PM IST
(નાસિર હુસૈન)

નવી દિલ્હી : ભારતીય રેલવેના કોઈ સ્ટેશન પર ઊભા-ઊભા આપની નજર ટ્રેક પર દોડાદોડી કરતાં ઉંદરો પર ચોક્કસ ગઈ હશે. ક્યારેક તો ઘણા જ મોટા ઉંદર જોવા મળે છે. રેલવે આ ઉંદરોથી ખૂબ પરેશાન છે, પરંતુ શું આપને ખબર છે કે એક રેલ ડિવીઝનમાં સરકારે આ મુશ્કેલીથી બચવા માટે દરેક ઉંદર પર સરેરાશ 22,300 રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. આ જાણકારી ચોક્કસપણે ચોંકાવનારી છે, પરંતુ આ હકીકત છે. રેલવેના ચેન્નઈ ડિવીઝન (dks) આવું જ કરી રહ્યું છે. આરટીઆઈ (RTI)માં ખુલાસો થયો છે કે ચેન્નઈ ડિવીઝને ઉંદરો પકડવામાં ભારે-ભરખમ રકમ ખર્ચ કર્યો.

ચેન્નઈએ 3 વર્ષમાં ઉંદરો પર ખર્ચ કર્યા 5.89 કરોડ રૂપિયા

ચેન્નઈ ડિવીઝન ઑફિસે આરટીઆઈનો જવાબ આપતાં કહ્યું છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી ઉંદરોથી પરેશાન છે. રેલવે સ્ટેશન અને તેના કોચિંગ સેન્ટરમાં પણ ઉંદરો પરેશાન કરી રહ્યા છે. પરંતુ તેનાથી મુક્તિ મેળવવાનું કામ પણ ચાલી રહ્યું છે. 17 જુલાઈએ આરટીઆઈમાં જે જાણકારી મળી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. ડિવીઝન અનુસાર તેઓએ મે 2016થી એપ્રિલ 2019 સુધી 5.89 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.

ક્યાંથી પકડાયા કેટલા ઉંદરો?

ચેન્નઈ ડિવીઝનને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, કેટલા ઉંદર પકડાયા તો તેઓએ માત્ર 2018-19ની જ જાણકારી આપતાં જણાવ્યું કે, 2636 ઉંદરોને પકડવામાં આવ્યા. જેમાંથી ચેન્નઈ સેન્ટ્રલ, એન્નઈ એગ્મોર, ચેંગલપટ્ટૂ, તામબ્રમ અને જોલારપેટ રેલવે સ્ટેશન પર 1715 ઉંદર પકડવામાં આવ્યા છે અને રેલવેના કોચિંગ સેન્ટરમાં 921 ઉંદર પકડાયા છે. આ હિસાબથી જોઈએ તો ચેન્નઈ ડિવીઝને એક ઉંદર પકડવા માટે સરેરાશ 22,344 રૂપિયા ખર્ચ કર્યો.
Loading...

150થી વધુ પત્રોથી આવી મળી જાણકારી

ઉંદરોથી પરેશાન રેલવેમાં આરટીઆઈ દાખલ કરીને જાણકારી માંગવામાં આવી હતી. રેલવને પૂછવામાં આવ્યું હતું કે, ઉંદરોના ત્રાસથી મુક્ત થવા માટે રેલવે શું પગલાં ઉઠાવી રહી છે અને તેની પર કેટલો ખર્ચ કરી રહ્યા છે. તેના વિશે દેશભરથી અલગ-અલગ રેલવે સ્ટેશન અને વિભાગની ડિવીઝન ઓફિસે જાણકારી આપવાની શરૂ કરી. જ્યારે જાણકારી સામે આવી તો તેમાંથી ખુલાસો થયો કે રેલવે દર વર્ષે ઉંદરો પકડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

ચેન્નઈ રેલવે ડિવીઝને શું કહ્યું?

આ વિશે જ્યારે ચેન્નઈ રેલવે ડિવીઝનના સીપીઆરઓ ધનંજય, સીનિયર પીઆરઓ ઓમપ્રકાર, ડીઆરએમ નરસિમ્હન સાથે વાત કરી તો આ મામલે કંઈ ન કહેતા બીજો એક ફોન નંબર નોટ કરાવતાં કહ્યુ કે, આમની સાથે વાત કરી લો તેઓ બધું જણાવી દેશે.

આ પણ વાંચો,

SBIએ સતત છઠ્ઠી વાર ઘટાડ્યા વ્યાજદર, 10 ઑક્ટોબરથી સસ્તી થશે હૉમ, ઑટો અને પર્સનલ લૉન
રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, 5 નવેમ્બર સુધીમાં કરો અરજી
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...