નવી દિલ્હી : રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે સીએનબીસી-અવાજ સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, લોકડાઉન બાદ સામાન્ય પેસેન્જર ટ્રેનોનો સમય બદલાશે. રેલ મંત્રાલયે નવો ટાઈમ ટેબલ તૈયાર કર્યો છે.
નવા ટાઈમ ટેબલમાં પેસેન્જર કોરિડોર અલગથી નક્કી થશે. એક સમય અંતરાલમાં માત્ર પેસેન્જર ટ્રેન ચાલશે. એક સમય અંતરાલ હશે જેમાં માત્ર માલગાડી ચાલશે. દરેક 24 કલાકમાં 3 કલાક માત્ર મેઈન્ટેનન્સ માટે હશે. ટ્રેન બંધ થવા દરમિયાન 200થી વધારે ઈન્ફ્રા સાથે જોડાયેલા કામ કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનની એવરેજ સ્પીડમાં વધારો થયોછે. તેમણે એ પણ કહ્યું કે, જે રૂટ પર જરૂરત હશે, ત્યાં રેલવે ટ્રેન ચલાવવા માટે તૈયાર છીએ.
હાલમાં 230 પેસેન્જર ટ્રેન ચાલી રહી છે, 75 ટકા ઓક્યુપેન્સી છે. કમોવેશ દરેક રૂટ પર આગામી 5-6 દિવસની કન્ફર્મ ટિકિટ મળી રહી છે. હાલમાં કોઈ સેક્ટરમાં ટ્રેન વધારવાની જરૂરત નથી. જ્યાં જરૂરત હશે ત્યાં ટ્રેન ચલાવવાની તૈયારી છે.
નુકશાનની ભરપાઈ માલ વાહકથી કરવાની કોશિસ - વિનોદ કુમાર યાદવે કહ્યું કે, રેલવે નુકશાનની ભરપાઈ માલ ગાડીઓથી ભરવાની કોશિસ કરી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં 6-7 ટકા ખર્ચ ઓછો કર્યો છે. જીરો બેસ ટાઈમ ટેબલ પર કામ ચાલી રહ્યું છે.
વિનોદ કુમાર યાદવે કહ્યું કે, વાર્ષિક પેસેન્જર ટ્રેનથી 50 હજાર કરોડની આવક થાય છે. રેલવેએ કોરોના સંકટને અવસરમાં બદલી દીધો છે. ટ્રેન બંધ થવા પર ઈન્ફ્રા સાથે જોડાયેલા કામ કરવામાં આવ્યા છે. કરોના કાળમાં 200થી વધારે ઈન્ફ્રા સાથે જોડાયેલા કામ કરવાનો મોકો મળ્યો છે.
આ સમયગાળામાં ફ્રેટ ટ્રેનની એવરેજ સ્પીડ 23Km થી વધારી 46Km કરવામાં આવી છે. માલ ગાડીમાં માલ ઉતાર-ચઢાવનો ટાઈમ ઓછો થઈ ગયો છે. ગત વર્ષના મુકાબલે માલનું કામ વધી ગયું છે. માલ ગાડીનું કામ 40 ટકા વધારવાનું લક્ષ્યાંક છે.