હવે ટ્રેનમાં ભીખ માંગવા અને સિગરેટ પીવા પર નહીં થાય જેલ, Railwayએ સરકારને મોકલ્યો પ્રસ્તાવ

હવે ટ્રેનમાં ભીખ માંગવા અને સિગરેટ પીવા પર નહીં થાય જેલ, Railwayએ સરકારને મોકલ્યો પ્રસ્તાવ
રેલવેમાં બીડી-સિગરેટ પીનારાને જેલ નહીં મોકલી શકાય, તેમની પાસેથી માત્ર દંડ વસૂલી શકાશે

રેલવેમાં બીડી-સિગરેટ પીનારાને જેલ નહીં મોકલી શકાય, તેમની પાસેથી માત્ર દંડ વસૂલી શકાશે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય રેલવે અનેક જૂના કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકાર (Central Government)ને એક પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રો મુજબ રેલવેએ કેબિનેટની પાસે જે પ્રસ્તાવ મોકલ્યો છે તેમાં ઇન્ડિયન રેલવેઝ એક્ટ 1989 (Indian Railways Act 1989)ના બે કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ સામેલ છે. પ્રસ્તાવ મુજબ IRAના સેક્શન 144 (2)માં સશોધન કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન કે સ્ટેશનમાં બીડી સિગરેટ પીનારાને (Smoking) પણ જેલ નહીં મોકલી શકાય. તેમની પાસેથી માત્ર દંડ (Penalty) વસૂલી શકાશે.

    આ ઉપરાંત ઇન્ડિયન રેલવેઝ એક્ટના સેક્શન 167ને પણ સંશોધિત કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને જો આ સંશોધન સ્વીકારી લેવામાં આવે છે તો તેનાથી ટ્રેન, રેલવે પ્લેટફોર્મ કે સ્ટેશન પરિસરમાં સ્મોકિંગ કરનારા લોકોને જેલની સજા નથી કરી શકાય. તેમની પાસેથી માત્ર દંડ વસૂલી શકાશે.



    આ પણ વાંચો, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી Y શ્રેણીની સુરક્ષા

    સરકારે અલગ-અલગ મંત્રાલયો અને વિભાગોથી આવા બિનજરૂરી કાયદાઓની યાદી મંગાવી

    સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર અનેક આવા કાયદાને બદલવા કે ખતમ કરવાનો વિચાર કરી રહી છે જે ઉપયોગી નથી રહ્યા. એટલે કે જે કાયદાઓથી સિસ્ટમમાં કોમ્પ્લીકેશન આવી રહ્યા છે તેને સંશોધિત કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આવી જ રીતે અલગ-અલગ મંત્રાલયો અને વિભાગોથી આવા બિનજરૂરી કાયદાઓની યાદી મંગાવવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, LICમાં હિસ્સેદારી વેચવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર, IPOની સાથે જ જાહેર થઈ શકે છે બોનસ શૅર

    ઈતિહાસમાં પહેલીવાર, રેલવેએ કમાણીથી વધુ રિફન્ડ આપ્યું: ભારતીય રેલવેના 167 વર્ષના ઈતિહાસમાં આવું કદાચ પહેલીવાર થયું હશે જ્યારે તેણે ટિકિટ બુકિંગથી થયેલી આવકથી વધુ મુસાફરોને પરત કર્યું છે. કોવિડ-19 સંકટથી પ્રભાવિત ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં રેલવેની યાત્રી શ્રેણીની આવકમાં 1,066 કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન રેલવેએ મુસાફરોને ટિકિટ ભાડું પરત કરવામાં એપ્રિલમાં 531.12 કરોડ રૂપિયા, મે મહિનામાં 145.24 કરોડ રૂપિયા અને જૂનમાં 390.6 કરોડ રૂપિયાનું નુકસાન સહન કર્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:September 07, 2020, 14:13 pm