યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનોને રદ કરી

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને જોતાં ભારતીય રેલવે એ મોટો નિર્ણય લીધો

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને જોતાં ભારતીય રેલવે એ મોટો નિર્ણય લીધો

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ ના દર્દીઓની સંખ્યા વધીને 341 થઈ ગઈ છે. કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતાં ભારતીય રેલવે એ મોટો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ, રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેન સર્વિસને સસ્પેન્ડ કરી દીધી છે. એટલે કે 31 માર્ચ સુધી દેશમાં ટ્રેનો નહીં દોડે. કોરોનાના સંક્રમણથી સામાન્ય જનતાને બચાવવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. ટ્રેનોમાં સામાન્ય રીતે ભીડ જોવા મળતી હોય છે. તમામ કોચ ખીચોખીચ ભરેલા રહે છે. એવામાં સંક્રમણ ખૂબ ઘાતક રૂપ લઈ શકે છે.

  નોંધનીય છે કે, રેલવેએ આ પહેલા શનિવાર 21 માર્ચની રાતથી રવિવાર 22 માર્ચની રાત 10 વાગ્યા સુધી તમામ પસેન્જર ટ્રેનોને બંધ કરી દીધી હતી. રેલવેના આદેશ અુનસાર 21/22 માર્ચની રાતથી લઈને 22 માર્ચની રાત્રે 10 વાગ્યાની વચ્ચે દોડનારી પેસેન્જર ટ્રેનો નહીં દોડે.

  આ પણ વાંચો, Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...

  મુંબઈ લોકલ સામાન્ય લોકો માટે બંધ

  મહારાષ્ટ્ર સરકારે 23 માર્ચ, સવારે 6 વાગ્યાથી લઈને 31 માર્ચ સુધી સામાન્ય લોકો માટે મુંબઈ (Mumbai) ની લોકલ ટ્રેન સેવા ને બંધ કરી દીધી છે. મુંબઈ લોકલ (Local Train Service) નો પ્રવાસ તમામ લોકો માટે બંધ નથી કરાયો કારણ કે અનેક સરકારી કર્મચારી (Government Employee)  અને સ્વાસ્થ્યકર્મી તેની સહાયતાથી પોતાના કામના સ્થાને જઈ શકે છે. એવામાં માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ આગામી 8 દિવસો માટે મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા દેવામાં આવશે.

  આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!
  Published by:Mrunal Bhojak
  First published: