હોટલ જેવી સુવિધાઓ ધરાવતી ટ્રેનના આ કોચમાં તમે પણ કરી શકો છો સફર!

દેશના રેલવેમંત્રી માટે, ટ્રેનમાં ખાસ હોટલ જેવી સુવિધા ધરાવતા કોચ હોય છે. તેમા હવે કોઇ પણ યાત્રી સફર કરી શકે છે.

દેશના રેલવેમંત્રી માટે, ટ્રેનમાં ખાસ હોટલ જેવી સુવિધા ધરાવતા કોચ હોય છે. તેમા હવે કોઇ પણ યાત્રી સફર કરી શકે છે.

  • Share this:
    દેશના રેલવેમંત્રી માટે, ટ્રેનમાં ખાસ હોટલ જેવી સુવિધા ધરાવતા કોચ હોય છે. તેમા હવે કોઇ પણ યાત્રી સફર કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર વર્તમાન રેલવે મંત્રી પીયૂષ ગોયલે IRCTCને આ સલુન્સના વ્યવસાયિક ઉપયોગને મંજૂરી આપી છે.

    આ વર્ષે માર્ચમાં IRCTC એ એસી સલુન કોચમાં,જોડાયેલ બાથરૂમ અને વૉલેટ સર્વિસ સાથે આમ જનતા માટે સુવિધાઓ આપવાનું નક્કી કર્યું છે. આ પહેલા આ સલુન કોચ માત્ર રેલવે અધિકારીઓ માટે જ રિઝર્વ રહેતા હતા.રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય રેલવે પાસે કુલ 336 સલુન્સ કોચ છે, જેમાંથી 62 એરકંડિશન છે.

    શા માટે લીધો આ નિર્ણય - રેલવેમંત્રીએ આઇઆરસીટીસી પાસેથી તેમના માટે બે સલુન વ્યાપારી હેતુઓના ઉપયોગમાં લેવાની સુચના આપી છે. મીડિયા અહેવાલો અનુસાર, રેલવેમંત્રીએ બુધવારે સાંજે આ આદેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રી માને છે કે આ સલુન તો નકામા છે, આ રીતે કે વ્યાપારી ઉપયોગથી રેલવેને કમાણી થશે.



    સલુનમાં મોટી હોટલો જેવી સુવિધા- સલુનમાં મોટી હોટલોની જેમ ડ્રોઇગ રુમ, બે બેડરુમ, ટોયલેટ અને કિચન સહિત તમામ જરુરી સુવિધાઓ મળે છે. કિચનમાં દરેક સમયે કૂક હાજર હોય છે.



    આ લોકોને મળે છે સલુન- રેલમંત્રી, રેલરાજ્યમંત્રી, રેલવે બોર્ડ જીએમ, તેમના કાર્યાલયના સીનિય ઓફિસર, આરડીએસઓના ડીજી અને એડીજી, રેલવે કારખાનોના પ્રમુખ સાથે મુખ્ય રેલવે સરંક્ષા આયુક્ત, રેલવે આરક્ષા આયુક્ત અને ડીઆરએમ અથવા તેના સીનિયર ઓફિસર.
    Published by:Bhoomi Koyani
    First published: