ટિકિટને અંગે રેલવે જાહેર કરશે નવો નિયમ, સૌથી પહેલા આ સ્ટેશન પર થશે લાગૂ

તમે ટિકિટ વગર રેલવે સ્ટેશનની અંદર જઇ શકશો નહીં. રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા અને યાત્રીઓની સુરક્ષા વિશે જલદી જ એરપોર્ટ જેવી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવશે.

News18 Gujarati
Updated: June 8, 2019, 10:26 AM IST
ટિકિટને અંગે રેલવે જાહેર કરશે નવો નિયમ, સૌથી પહેલા આ સ્ટેશન પર થશે લાગૂ
રેલવેનો નવો પ્લાન હવે નો ટિકિટ, નો એન્ટ્રી
News18 Gujarati
Updated: June 8, 2019, 10:26 AM IST
તમે ટિકિટ વગર રેલવે સ્ટેશનની અંદર જઇ શકશો નહીં. રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા અને યાત્રીઓની સુરક્ષા વિશે જલદી જ એરપોર્ટ જેવી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે તમામ સ્ટેશનો પર વાઇફાઇ સર્વિસ આપશે અને A1 શ્રેણીના રેલવે સ્ટેશનોને મોર્ડનાઇઝ કરવું એ રેલવેના 100 દિવસના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યું છે. મોર્ડનાઇઝ થનારા સ્ટેશનમાં સુરત, રાયપુર, દિલ્હી કૈંટ અને રાંચી જેવા સ્ટેશન સામેલ છે. રેલવે તેની સુવિધાઓને સુધારવા માટે લઇને નવું પગલું ઉઠાવી રહી છે. સાથે જ યાત્રીઓની સુરક્ષા પણ રેલવેની પ્રાથમિક લિસ્ટમાં સામેલ છે.

રેલવેનો નવો પ્લાન હવે નો ટિકિટ, નો એન્ટ્રી

રેલવે સ્ટેશન પર એરપોર્ટ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.

રેલવેએ નવી યોજના તૈયાર કરી છે.

>> તમામA અને A1 કેટોગરી સ્ટેશનોમાં ઓટોમેટિક ગેટ્સ ઇન્સ્ટોલ થશે.
હવે મુસાફરો રેલવે સ્ટેશનમાં ટિકિટ વગર અંદર જઇ શકશે નહીં.
Loading...

>> આ યોજનાની શરુઆત હબીબગંઝ અને ગાંધીનગર રેલવે સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.
>> ત્યારબાદ દિલ્હી અને મુંબઇના સ્ટેશનમાં પણ આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.
>> એરપોર્ટ જેવી સુરક્ષા માટે આરપીએફ કમાન્ડોઝને પણ સીઆઈએસએફ કમાન્ડોઝ જેવી તાલીમ આપવામાં આવી રહી છે.
>> રેલવેએ આ માટે લગભગ 115 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.

આ પણ વાંચો: આજે ચોમાસું કરેળના તટે પહોંચશે, ચાર જિલ્લામાં રેડ અલર્ટભારતીય રેલવે તરફથી મુંબઇમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે રેલવેએ હવામાન વિભાગ (આઇએમડી) સાથે જોડાઇને મીરા રોડ રોડ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક રેઈન-ગેજ સિસ્ટમ સ્થાપિત કરી છે. આ પ્રકારની એક સિસ્ટમ ભાયંદર રેલવે સ્ટેશન પર સ્થાપિત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા, રેલવે સતત વરસાદની દેખરેખ રાખી શકશે.

રેલવે અધિકારીઓને રિયલ ટાઇમ જાણકારી મળી શકશે કે કેટલો વરસાદ થયો છે . આ સમયે કોઇ કટોકટી સ્થિતિ આવે તો, ટ્રેનની કામગીરી અટકાવવા અથવા રેલવે માર્ગ પરિવર્તન કરવો જેવા નિર્ણયો લેવાનું સરળ રહેશે. આ સિસ્ટમના ડેટાને અનેક સ્તરો પર મોનિટર કરવાની યોજના બનાવી છે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...