હવે ખાનગી ક્ષેત્રના હાથમાં હશે આ યાત્રી ટ્રેનોનું સંચાલન! કેન્દ્ર સરકારે માંગી અરજીઓ

News18 Gujarati
Updated: July 1, 2020, 9:46 PM IST
હવે ખાનગી ક્ષેત્રના હાથમાં હશે આ યાત્રી ટ્રેનોનું સંચાલન! કેન્દ્ર સરકારે માંગી અરજીઓ
હવે ખાનગી ક્ષેત્રના હાથમાં હશે આ યાત્રી ટ્રેનોનું સંચાલન! કેન્દ્ર સરકારે માંગી અરજીઓ

દરેક ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 ડબ્બા રહેશે. આ ટ્રેન વધારેમાં વધારે 160 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે

  • Share this:
દીપાલી નંદા, નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં યાત્રી ટ્રેનો (Passenger Trains)ના સંચાલનની યોજના બનાવી રહી છે. આ માટે રેલ મંત્રાલયે (Ministry of Railways)ખાનગી ક્ષેત્રની કંપનીઓને યાત્રી ટ્રેનોના સંચાલન માટે રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (RFQ)માંગ્યું છે. રેલ મંત્રાલયના મતે દેશભરમાં રેલવે નેટવર્કને 12 ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં 109 જોડી પ્રાઇવેટ ટ્રેનો ચલાવવામાં આવશે. આ પરિયોજનામાં લગભગ 30,000 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રના રોકાણ થશે. આ ભારતીય રેલવે નેટવર્ક પર પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે ખાનગી નિવેશની પહેલ છે.

160 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે 16 ડબ્બાની ખાનગી ટ્રેન

સરકારી નોટિફિકેશનના મતે આ પહેલનો ઉદ્દેશ્ય મોર્ડન ટેકનોલોજી રોલિંગ સ્ટોકને રેલવે નેટવર્કમાં રજુ કરવાની સાથે ઓછો ખર્ચ, વધારે ઝડપ, રોજગારમાં વધારો, વધારે સુરક્ષા આપવી, યાત્રીઓને વિશ્વસ્તરીય યાત્રાનો અનુભવ કરાવવાનો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 ડબ્બા રહેશે. આ ટ્રેન વધારેમાં વધારે 160 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. આ ટ્રેનોનો રોલિંગ સ્ટોક ખાનગી કંપની ખરીદશે, મેઇન્ટનેસની જવાબદારી તે કંપનીની રહેશે. મોટાભાગની ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં બનાવવામાં આવશે.


આ પણ વાંચો - પ્રિયંકા ગાંધીને નોટિસ, 1 ઓગસ્ટ સુધી લોધી એસ્ટેટનો બંગલો ખાલી કરવો પડશે

ખાનગી ક્ષેત્ર માટે આ પરિયોજનાનો સમય ગાળો 35 વર્ષનો રહેશે. ખાનગી કંપની તરફથી ચલાવવામાં આવનાર ગાડીઓના પ્રદર્શનનું આકલન સમયની પાબંદી, વિશ્વસનિયતા, રેલગાડીઓના મેઇન્ટનેસના આધાર પર થશે. ખાનગી ક્ષેત્ર તરફથી સંચાલિત ટ્રેનો માટે ભારતીય રેલવે ફક્ત ડ્રાઇવર અને ગાર્ડ ઉપલબ્ધ કરાવશે.
First published: July 1, 2020, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading