Home /News /business /

Indian Railways: રેલ્વે મુસાફરો માટે ખુશખબર, મહારાષ્ટ્ર, ગુજરાતની ટ્રેનોની મુસાફરી થશે વધુ સરળ, મળશે આ ખાસ સુવિધાઓ

Indian Railways: રેલ્વે મુસાફરો માટે ખુશખબર, મહારાષ્ટ્ર, ગુજરાતની ટ્રેનોની મુસાફરી થશે વધુ સરળ, મળશે આ ખાસ સુવિધાઓ

મહારાષ્ટ્ર, ગુજરાતની ટ્રેનોની મુસાફરી થશે વધુ સરળ, મળશે આ ખાસ સુવિધાઓ

Indian Railways News : નોર્થ વેસ્ટર્ન રેલ્વે (North Western Railway) ત્રણ જોડી ટ્રેનોમાં અસ્થાયી કોચ ઉમેરવા જઈ રહી છે, ત્યારબાદ મુસાફરોને થર્ડ એસી અને સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચની સુવિધા મળી શકશે.

    Indian Railways : તહેવારોને કારણે ટ્રેનો (Train) માં મુસાફરોનો ધસારો વધવા લાગ્યો છે. જેના કારણે ટ્રેનોમાં વેઈટીંગ લિસ્ટ પણ લાંબુ થઈ રહ્યું છે. આ દરમિયાન મુસાફરોને સીટ માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આને પહોંચી વળવા માટે રેલવે (Railway) દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    નોર્થ વેસ્ટર્ન રેલ્વે (North Western Railway) ત્રણ જોડી ટ્રેનોમાં અસ્થાયી કોચ ઉમેરવા જઈ રહી છે, ત્યારબાદ મુસાફરોને થર્ડ એસી અને સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચની સુવિધા મળી શકશે. અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ રેલ સેવા, બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ રેલ સેવા અને પોરબંદર-દિલ્હી સરાય-પોરબંદર રેલ સેવા દ્વારા સંચાલિત ટ્રેનોમાં આ કોચ ખાસ ઉમેરવામાં આવશે.

    ઉત્તર પશ્ચિમ રેલવે ના પ્રવક્તા કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, રેલવે દ્વારા 3 જોડી ટ્રેનોમાં અસ્થાયી કોચ ઉમેરવામાં આવી રહ્યા છે. અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ રેલ સેવા, બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ રેલ સેવા અને પોરબંદર-દિલ્હી સરાય-પોરબંદર રેલ સેવા ચલાવતી ટ્રેનોમાં આ સુવિધા ખાસ પ્રદાન કરવામાં આવી રહી છે જે નીચે મુજબ લાગુ થશે

    1. ટ્રેન નંબર 12957/12958, અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ ટ્રેન સેવામાં 01 થર્ડ એસી ક્લાસ કોચનો અસ્થાયી વધારો અમદાવાદથી 13.08.22 થી 15.08.22 સુધી અને નવી દિલ્હીથી 14.08.22 થી 16.08.22 સુધી કરવામાં આવ્યો છે.

    2. ટ્રેન નંબર 22915/22916, બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ રેલ સેવામાં 15.08.22ના રોજ બાંદ્રા ટર્મિનસથી 01 સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ અને હિસારથી 16.08.22 સુધીનો અસ્થાયી વધારો.

    આ પણ વાંચો - Retail inflation: સામાન્ય માણસને રાહત, છૂટક મોંઘવારી જુલાઈમાં ઘટીને 6.71% થઈ

    3. ટ્રેન નં. 20937/20938, પોરબંદર-દિલ્હી સરાય-પોરબંદર રેલ સેવામાં 16.08.22ના રોજ પોરબંદરથી અને 18.08.22ના રોજ દિલ્હી સરાયથી 01 સેકન્ડ સ્લીપર ક્લાસ કોચમાં અસ્થાયી રૂપે વધારો કરવામાં આવી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad Train, Indian railways

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन