હોળી પહેલા રેલવેએ 2 એપ્રિલ સુધી કેન્સલ કરી છે આ ટ્રેનો, ચેક કરી લો લિસ્ટ

પ્રતિકાત્મક તસવીર

હોળી પહેલા ભારતીય રેલવે સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : હોળી પહેલા ભારતીય રેલવે સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. સ્પેશ્યલ ટ્રેનોમાં લખનઉ-બરૌની, લખનઉ-નાંગલડૈમ, આનંદ વિહાર ટર્મિનલ-વારાણસી, આનંદ વિહાર ટર્મિનલ-ગોરખપુર હમસફર પણ શામેલ છે. આ સિવાયની ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અહીં જણાવવામાં આવેલ ટ્રેનમાં કેટલીક સીટ ખાલી છે, તો તમે આ ટ્રેનમાં સીટ બુક કરાવી શકો છો.

2 એપ્રિલ સુધી કેન્સલ કરવામાં આવી છે આ ટ્રેનો

રેલ્વે દ્વારા 05211/05212 દરભંગા-અમૃતસર સ્પેશિયલ ટ્રેનને અલગ-અલગ તારીખોએ કેન્સલ કરવામાં આવી છે. સીપીઆરઓ પી કે સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 22થી 31 માર્ચ સુધી 05211 દરભંગા-અમૃતસર સ્પેશિયલ ટ્રેન કેન્સલ રહેશે. તથા 24 માર્ચથી 2 એપ્રિલ સુધી 05212 અમૃતસર-દરભંગા ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન

- 26 માર્ચે 11:45 કલાકે આનંદ વિહાર-કામાખ્યા સ્પેશિયલ (04049/04050) ટ્રેન રવાના થશે અને 28 માર્ચે બપોરે 3:30 કલાકે ત્યાં પહોંચશે. તથા આ ટ્રેન 30 માર્ચે 5:35 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સાંજે 6:15 કલાકે આનંદ વિહાર ટર્મિનલ પહોંચશે.

આ પણ વાંચો - Explained: વેક્સીન આવ્યા બાદ પણ કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?

- 27 માર્ચે સવારે 6:50 કલાકે નાંગલડેમ કોલકત્તા સ્પેશિયલ (04519/04520) ટ્રેન રવાના થશે અને બીજા દિવસે 11:45 કલાકે કોલકત્તા પહોંચશે. આ ટ્રેન 29 માર્ચે કોલકત્તાથી સવારે 7:40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સાંજે 3:55 કલાકે ગંતવ્ય સ્થાન પર પહોંચશે.

- લખનઉ-કોલકત્તા સ્પેશ્યલ ટ્રેન (04521/04522)નું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેન મંગળવાર અને શુક્રવારે લખનઉથી ચાલશે અને રાતે 11:55 કલાકે રવાના થશે તથા બીજા દિવસે રાત્રે 9:45 કલાકે કોલકત્તા પહોંચશે.

- 19 તથા 30 માર્ચે સવારે 8:10 કલાકે ટ્રેન નંબર(04036/04035) આનંદ વિહાર ટર્મિનલ-જોગબની હોળી સ્પેશ્યલ ટ્રેન રવાના થશે અને બીજા દિવસે સવારે 7:50 કલાકે જોગબની પહોંચશે. તથા ટ્રેન નંબર (04035) 20 અને 31 માર્ચે જોગબનીથી 20:30 કલાકે જોગબની-આનંદ વિહાર ટર્મિનલ હોળી સ્પેશ્યલ ટ્રેન રવાના થશે અને બીજા દિવસે 20:45 કલાકે આનંદ વિહાર ટર્મિનલ પહોંચશે.

- ટ્રેન નંબર(04040) નવી દિલ્હી-બરૌની હોળી સ્પેશિયલ ટ્રેન 19, 23, 26 તથા 30 માર્ચના રોજ નવી દિલ્હીથી 19:25 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15:00 કલાકે બરૌની પહોંચશે. તથા પરત ફરતા સમયે ટ્રેન નંબર (04039) બરૌની-નવી દિલ્હી હોળી સ્પેશ્યલ ટ્રેન 20, 24, 27 તથા 31 માર્ચના રોજ બરૌનીથી 19:30 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 16:15 કલાકે દિલ્હી પહોંચશે.
First published: