રેલવે તેનો જ ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાન્યુઆરીમાં 1179.79 મિલયન ટન માલનું વહન કર્યું

રેલવે તેનો જ ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાન્યુઆરીમાં 1179.79 મિલયન ટન માલનું વહન કર્યું
પ્રતિકાત્મક તસવીર

ભારતીય રેલવે દ્વારા જાન્યુઆરીમાં 119.79 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું, જે આ મહિનામાં સૌથી વધુ છે તથા ગત વર્ષે માર્ચ 2019માં 119.74 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું હતું.

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે મંત્રાલય (Indian railway) દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે માલ વહનના આંકડા ગત વર્ષના આંકડાને પાર કરી ગયા છે. આ વર્ષના પરિવહનના આંકડા ગયા વર્ષના આંકડાથી વધુ હોવાની આશા છે.

  8 ફેબ્રુઆરી સુધીના આંકડા અનુસાર રેલવેએ 30.54 મિલિયન ટન માલ નું વહન કર્યું. જેમાં 13.61 મેટ્રિક ટન ‌કોલસો, 4.15 મેટ્રિક ટન લોખંડ, 1.04 મેટ્રિક ટન ફૂડ સ્ટોક, 1.03 મેટ્રિક ટન ખાતર, 0.96 મેટ્રિક ટન ખનિજ તેલ, 1.97 મેટ્રિક ટન સિમેન્ટ (કપચી સિવાય)નો સમાવેશ થાય છે.  ભારતીય રેલવે દ્વારા જાન્યુઆરીમાં 119.79 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું, જે આ મહિનામાં સૌથી વધુ છે તથા ગત વર્ષે માર્ચ 2019માં 119.74 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચોઃ-

  ભારતીય રેલ્વે મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે માલ વહનના આંકડા ગત વર્ષના આંકડાને પાર કરી રહ્યા છે. આ વર્ષના પરિવહનના આંકડા ગત વર્ષના આંકડાથી વધુ હોવાની આશા છે.

  આ પણ વાંચોઃ-

  માલ પરિવહનને આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા રાહત તથા છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, અન્ય વધુ ક્લાયન્ટને પ્રોત્સાહિત કરવા માટે રેલવે મંત્રાલયે સિમેન્ટ, વીજળી, કોલસો, લોખંડ, ઓટો મોબાઈલ તથા અન્ય સર્વિસ પ્રોવાઇડર આગેવાનો સાથે મીટીંગ કરી છે.  વધુમાં જણાવ્યું કે ક્ષેત્રીય સ્તરો‌ પર વ્યવસાયીઓએ સુધાર કરતા માલ પરિવહનની ગતિને બમણી કરતાં વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે. કોરોનાકાળની કપરી પરિસ્થિતિમાં માલ પરિવહનમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે તેની સેવાઓ સંપૂર્ણ રૂપે બંધ હતી.
  Published by:ankit patel
  First published:February 10, 2021, 14:50 pm

  ટૉપ ન્યૂઝ