Lockdown: ટ્રેનોમાં હવે રિઝર્વેશન સમયગાળો 30ના બદલે 120 દિવસનો, પાર્સલ બુકિંગ પણ કરાશે

News18 Gujarati
Updated: May 28, 2020, 11:31 PM IST
Lockdown: ટ્રેનોમાં હવે રિઝર્વેશન સમયગાળો 30ના બદલે 120 દિવસનો, પાર્સલ બુકિંગ પણ કરાશે
ભારતીય રેલવેએ કરી જાહેરાત

રેલવે દ્વારા એક મેથી ચલાવવામાં આવેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોથી 50 લાખથી વધારે પ્રવાસી મજૂરોએ યાત્રા કરી. સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધુ ગુજરાત(979), મહારાષ્ટ્ર (695), પંજાબ (397)....

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રેલવેએ લોકડાઉન દરમિયાન ચાલતી તમામ વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશનના સમયગાળાને 30 દિવસથી વધારી 120 દિવસનો કરી દીધો છે. આમાં 12 મેથી રાજધાની ટ્રેનના માર્ગ પર સંચાલિત 15 જોડી ટ્રેન અને એક જૂનથી ચાલવા જઈ રહેલી 100 જોડી ટ્રેનો સામેલ છે.

રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, રેલ મંત્રાલયે તમામ વિશેષ ટ્રેનોમાં રિઝર્વેશન સમયગાળો હાલના 30 દિવસથી વધારી 120 દિવસનો કરી દીધો છે. આ તમામ 230 ટ્રેનોમાં પાર્સલ અને સામાન બુકિંગની મંજૂરી હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વર્તમાન બુકિંગ, રોડસાઈડ સ્ટેશનો માટે સીટોમાં તત્કાલ કોટા અને અન્ય નિયમ અને શરતો પહેલા જેવી જ રહેશે.

રેલવે દ્વારા એક મેથી ચલાવવામાં આવેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોથી 50 લાખથી વધારે પ્રવાસી મજૂરોએ યાત્રા કરી. સત્તાવાર આંકડામાં બતાવવામાં આવ્યું છે કે, તેમાંથી 3157 ટ્રેનો મોતાના નક્કી સ્ટેશને પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધુ ગુજરાત(979), મહારાષ્ટ્ર (695), પંજાબ (397), ઉત્તરપ્રદેશ (263) અને બિહાર (263)થી ટ્રેનો ચાલી. આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દેશના વિભિન્ન ભાગમાં પ્રવાસીઓને લઈ પહોંચી છે. સૌથી વધારે ઉત્તર પ્રદેશ (1520), બિહાર (1296), ઝારખંડ(167), મધ્યપ્રદેશ (121), ઓડિશા (139)માં ટ્રેનો પહોંચી.

રેલવે મંત્રી પીયુષ ગોયલે એક ટ્વીટમાં કહ્યું કે, મને એ જણાવતા પ્રસન્નતા છે કે, કોરોના વાયરસ મહામારીમાં રેલવેની શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોએ અત્યાર સુધીમાં 50 લાખથી વધારે કામદારોને સુવિધાજનક અને સુરક્ષિત રીતે તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડ્યા છે.
First published: May 28, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading