Railwayએ રદ કરી 339 ટ્રેન, ઘરેથી નીકળતા પહેલા અહીં ચેક કરો લિસ્ટ

Railwayએ રદ કરી 339 ટ્રેન, ઘરેથી નીકળતા પહેલા અહીં ચેક કરો લિસ્ટ
ઉત્તર પૂર્વ ભારતમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

ભારતીય રેલવેએ આજે ​​એટલે કે શનિવારે (21.12.2019) ના 339 ટ્રેનો રદ કરી છે. રેલવે સાઇડથી કેટલીક મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો સાથે કેટલીક વિશેષ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. યાદી જુઓ ..

  • Share this:
    ભારતીય રેલવે એ આજે ​​(શનિવાર, 21.12.2019) 339 ટ્રેનો રદ કરી છે. રેલવે તરથી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો સાથે કેટલીક વિશેષ ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે, ઉત્તર પૂર્વ ભારતમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

    જો તમે પણ રેલવે મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો તમારી ટ્રેનની સ્થિતિ તપાસો. મોટાભાગની પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવેના જુદા જુદા ઝોનમાં રિપેરિંગ કામ કરવા માટે દેશભરમાં અનેક ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ ટ્રેનોને વધુ સારી રીતે ચલાવવા માટે રદ કરવામાં આવી છે.



    આજે કઈ ટ્રેન રદ કરવામાં આવી છે તે જાણવા આ લિંક પર ક્લિક કરો: https://runningstatus.in/cancelledtrains



    આ નંબર પર કૉલ કરીને તમારી ટ્રેનની સ્થિતિ જાણો

    રેલવે દ્વારા રદ કરાયેલી ટ્રેનોની યાજી રેલવે વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ પર મુકવામાં આવી છે. મુસાફરોને સ્ટેશનો પર જાહેરાત દ્વારા ટ્રેન રદ કરવાની જાણકારી આપવામાં આવી રહી છે. 139 પર એસએમએસ કરીને પણ ટ્રેનોની સ્થિતિ જાણી શકાય છે. જે મુસાફરોની ટ્રેન રદ કરવામાં આવી છે, તેઓ તેમની ટિકિટ રદ કરીને તેમનું રિફંડ મેળવી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારા રૂટ પર બીજી ટ્રેનના વિકલ્પને ધ્યાનમાં લઈ શકો છો.
    Published by:Bhoomi Koyani
    First published:December 21, 2019, 12:02 pm

    ટૉપ ન્યૂઝ