IRCTCની વેબસાઇટ બદલાઈ ગઈ, હવે ટ્રેન ટિકિટ બુકિંગ સાથે મળશે આ સુવિધા

નવા સ્વરૂપે લૉંચ થયેલી વેબસાઇટ.

ઇન્ડિયન રેલવે (Indian Railway)એ આજે IRCTCની વેબસાઇટને નવા સ્વરૂપે લૉંચ કરી છે. નવી વેબસાઇટમાં યૂઝર્સને અનુભવને વધુ સારો કરવાનો પ્રયાસ કરાયો છે.

  • Share this:
    નવી દિલ્હી: રેલવે ટિકિટના બુકિંગ માટે યૂઝર ફ્રેન્ડલી ન માનવામાં આવતી આઈઆરસીટીસીની વેબસાઇટ (IRCTC website) આજથી બદલાઈ ગઈ છે. આજ દિવસ સુધી સોશિયલ મીડિયા (Social media) પર લોકો જૂની વેબસાઇટ અંગે ફરિયાદ કરતા હતા. જેને ધ્યાનમાં રાખીને સરકારે વેબસાઇટને નવા સ્વરૂપે લૉંચ કરવાનો નિર્ણય કર્યો હતો. નવી વેબસાઇટમાં પેમેન્ટને પેજ (Payment page)ને વધારે સારું કરવામાં આવ્યું છે. જેનાથી પેમેન્ટના વિકલ્પની પસંદગી કરવી ખૂબ સરળ બને. આ ઉપરાંત વર્તમાન સ્ટેટસને પહેલાની સરખામણીમાં વધારે ઝડપી બનાવવામાં આવ્યું છે. પહેલાથી સંગ્રહી રાખવામાં આવેલી મુસાફરોની વિગતો અને પ્રિડિક્ટિવ એન્ટ્રી અને પસંદ કરેલા ક્લાસ અને ટ્રેન અંગે એક ક્લિકમાં જાણકારી મળશે.

    IRCTCની નવી વેબસાઇટમાં ભોજન બુક કરવા, રિટાયરિંગ રૂમ્સ અને હૉટલ બુકિંગની પણ સુવિધા મળશે. ટિકિટની સાથે સાથે આ સેવાનું પણ બુકિંગ કરી શકાશે. આ રીતે મુસાફરોને વન સ્ટૉપ સૉલ્યુસન મળી જશે.

    આ પણ વાંચો: કોવિશીલ્ડ રસી કેટલી અસરકારક? કિંમત કેટલી હશે? જાણો તમારા મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ

    પીયૂષ ગોયલે રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

    નવી વેબસાઇટને લૉંચ કરતા રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે, "વર્ષના અંતિમ દિવસે આ સેવાને લૉંચ કરતા મને આનંદ થાય છે. હું ભારતીય રેલવેના તમામ કર્મચારીઓને પડકારભર્યા સમયમાં આવું શક્ય બનાવવા માટે અભિનંદન પાઠવું છું. કોવિડ-19 મહામારીના પડકારો વચ્ચે પણ ભારતીય રેલવે કર્મચારીઓએ પોતાની સેવાને વધારે સારી કરવા માટે ખૂબ ધૈર્ય બતાવ્યું છે. હું આજે ગર્વ સાથે કહી શકું છું કે રેલવેનો કોઈ પણ કર્મચારી વધારાનું કામ કરવાથી પાછળ હટ્યો નથી. તેઓ સતત મહેનત કરી રહ્યા છે."

    આ પણ વાંચો:  વડોદરા: માસ્કનો દંડ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદને PSIએ રોફ જમાવતા બે લાફા ઝીંકી દીધા

    આ પણ જુઓ-


    ગોયલે કહ્યુ કે, IRCTCએ નવી વેબસાઇટ બનાવવાની તૈયારી કરવી જોઈએ. જે દુનિયાને સૌથી શ્રેષ્ઠ વેબસાઇટ હશે. રેલવે બોર્ડના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી વી.કે. યાદવે એ વાત પર ભાર આપ્યો કે યૂઝર્સને સરળ નેવિગેશનની સુવિધા આપવી જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ વખતે IRCTCની વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે, "મને વિશ્વાસ છે કે નવી વેબસાઇટથી યૂઝર્સને ટિકિટ બુક કરતી વખતે નવો અનુભવ મળશે. ભારતીય રેલવે મુસાફરોને તેનો સારો લાભ મળશે."
    Published by:Vinod Zankhaliya
    First published: