જો ટ્રેન રાત્રે 11:55 વાગ્યે સ્ટેશન પર આવે અને 12:05 વાગ્યે રવાના થાય, તો કયા દિવસની ટિકિટ લેવાની રહેશે?

ટ્રેનની ટિકિટ બુકિંગનો નિયમ

ભારતીય રેલ્વેમાં ટ્રેન ટિકીટ અંગે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોની મદદથી ટ્રેન ટિકિટ બુક કરવામાં આવે છે. તમામ યાત્રીઓને આ નિયમો વિશે જાણ હોવી જોઈએ.

  • Share this:
ભારતીય રેલ્વે (Indian Railway) ખૂબ જ વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. ભારતીય રેલ્વેમાં ટ્રેન ટિકીટ (Train Ticket) અંગે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોની મદદથી ટ્રેન ટિકિટ બુક (Train Ticket Booking) કરવામાં આવે છે. તમામ યાત્રીઓને આ નિયમો વિશે જાણ હોવી જોઈએ. અનેક વાર ટ્રેનમાં યાત્રા કરવા છતાં એવી પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે યાત્રીઓ પરેશાન થઈ જાય છે કે, તેમણે શું કરવું જોઈએ. આ પરિસ્થિતિમાં યાત્રીઓના સવાલના જવાબ આપવામાં આવે છે, જેથી યાત્રીઓને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય.

કેટલાક યાત્રીઓને સવાલ થાય છે, કે જો તેમની ટ્રેન રાત્રે 11:55 મિનિટ બાદ સ્ટેશન પર આવે છે અને 12 વાગ્યા બાદ તે ટ્રેન રવાના થાય છે, તો તેમણે કયા દિવસની ટ્રેન ટિકીટ બુક કરાવવી જોઈએ. 12 વાગ્યા બાદ નવો દિવસ શરૂ થાય છે. આ કારણોસર અનેક લોકોને કન્ફ્યૂઝન થાય છે, કે તેમની ટ્રેન કયા દિવસની છે અને તેમણે કયા દિવસની ટિકીટ બુક કરાવવી જોઈએ.

કયા દિવસની ટિકિટ હશે?

જો તમે પણ આ પ્રકારની પરિસ્થિતિ સાંભળીને વિચારમાં પડી ગયા છો, આ સવાલનો જવાબ અહીં આપવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં ટિકિટ બુક કરવાની તારીખ ટ્રેન રવાના થાય તે આધાર પર તારીખ નક્કી કરવામાં આવે છે. આ કારણોસર જે દિવસે ટ્રેન રવાના થશે, તેના આધારે ટ્રેનની ટિકિટ બુક કરવાની રહે છે. જો તમે પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, તો ડિપાર્ચરના દિવસના આધાર પર ટિકિટ બુક કરો.

રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવવાનો સમય અને તારીખ ટાઈમટેબલમાં નોંધાયેલ હોતું નથી. ટાઈમ ટેબલમાં માત્ર ટ્રેન ઉપડવાનો (Departure) સમય અને તારીખ નોંધાયેલ હોય છે. ટાઈમટેબલમાં ટ્રેન ઉપડવાનો સમય નોંધાયેલ હોય છે. આ નોંઘાયેલ સમયના આધાર પર જે તારીખ આવે છે, તે અનુસાર ટિકિટ બુક કરવામાં આવે છે.

આ પણ વાંચો15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 4 લાખની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરાય?

શું આ પ્રકારની કોઈ ટ્રેન છે?

આ પ્રકારની અનેક ટ્રેન છે. જે એક દિવસ પહેલા ટ્રેન આવે છે અને આગામી દિવસે ટ્રેન રવાના થાય છે. ઉદાહરણરૂપે નવી દિલ્હીથી સહરસા જતી ટ્રેન. આ ટ્રેન સાંજે 5:55 વાગ્યે રવાના થાય છે અને 11:55 વાગ્યે કાનપુર સેન્ટ્રલ પહોંચે છે. ત્યારબાદ આ ટ્રેન 12:05 વાગ્યે કાનપુર સેન્ટ્રલથી રવાના થાય છે. આ કારણોસર આ પરિસ્થિતિમાં આવનારા દિવસ અનુસાર ટિકિટ બુક કરવાની રહેશે.
First published: