Alert!1 ફેબ્રુઆરીથી ટ્રેનની સફર મોંઘી થશે, આટલું વધી શકે છે ભાડું

Alert!1 ફેબ્રુઆરીથી ટ્રેનની સફર મોંઘી થશે, આટલું વધી શકે છે ભાડુ

ભારતીય રેલવે જલ્દી યાત્રી ભાડામાં વધારો કરી શકે છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય રેલવે જલ્દી યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને આ માટે મંજૂરી મળી ચૂકી છે. આ માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરુ થઈ ગયું છે. સૂત્રોના મતે રેલવે સબ અર્બન ટ્રેનોથી લઈન મેલ/એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારો 5 પૈસાથી પ્રતિ કિલોમીટરથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધી હોઈ શકે છે. આ કારણે રેલવેના દરેક ક્લાસના ભાડામાં 15થી 20 ટકા વધારો થશે.

    આ વધેલા ભાડાની જાહેરાત ડિસેમ્બરના અંત સુધીમાં થાય તેવી સંભાવના છે. જ્યારે વધારેલ ભાડુ 1 ફેબ્રુઆરી 2020થી લાગુ થઈ શકે છે. રેલવેએ 2014માં નવી સરકાર બન્યા પછી ભાડામાં લગભગ 15 ટકાનો વધારો કર્યો હતો. વર્તમાન સમયમાં રેલવેમાં ખર્ચથી એવરેજ 43 ટકા ઓછું ભાડુ વસુલવામાં આવે છે.

    આ પણ વાંચો - નાગરિકતા બિલ : શિવસેનાએ કહ્યું - સરકાર જ્યાં સુધી સવાલોના જવાબ નહીં આપે, સમર્થન નહીં

    જો અલગ-અલગ ક્લાસની વાત કરવામાં આવે તો રેલવેને સબ અર્બન ટ્રેનોના ભાડા પર લગભગ 64 ટકા નુકસાન ઉઠાવવું પડે છે. જ્યારે નોન સબ અર્બન ટ્રેનના સવારી ડબ્બા પર 40 ટકા નુકસાન થાય છે. જ્યારે એસી-1 પર લગભગ 24 ટકા નુકસાન, એસી-2 પર લગભગ 27 ટકા નુકસાન, સ્લિપર ક્લાસથી લગભગ 34 ટકાનું નુકસાન અને ચેયર કારથી લગભગ 16 ટકા નુકસાન થાય છે.



    એસી ક્લાસ-3માં થાય છે ફાયદો
    રેલવેને ફક્ત એસી 3 ક્લાસની સવારીમાં ફાયદો થાય છે. જે લગભગ 7 ટકા છે. આ સપ્તાહે સીએજી રિપોર્ટમાં રેલવેના આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રેલવેની નેટ રેવન્યૂ 66 ટકા સુધી ઓછી થઈ ગઈ છે. આ વર્ષ 2016-17માં 4913 કરોડ રુપિયા. જ્યારે 2017-18માં ઘટીને 1665.61 કરોડ થયો હતો. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે રેલવેની પોતાની કમાણી પણ 3 ટકા ઓછી થઈ ગઈ છે. જેના કારણે ગ્રોથ વજટરી સપોર્ટ પર તેની નિર્ભરતા વધી ગઈ છે.
    Published by:Ashish Goyal
    First published: