આજથી બદલાયા રિઝર્વેશનના નિયમ, હવે ટ્રેન રવાના થવાના 30 મિનિટ પહેલા પણ ટિકિટ બુક કરાવી શકાશે

ભારતીય રેલવે.

Reservation Chart : આજથી રેલવેએ રિઝર્વેશન ચાર્ટના નિયમમાં ફેરફાર કર્યો છે, જે પ્રમાણે હવે ટ્રેન રવાના થયાના 30 મિનિટ પહેલા સુધી ટિકિટ બુક કરાવી શકાશે.

  • Share this:
    નવી દિલ્હી: મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલવે (Indian Railway) આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ (Reservation Chart Rules) તૈયાર કરવાની સુવિધા આપી રહી છે. આ બીજા રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવશે. નવો નિયમ આજથી એટલે કે 10મી ઓક્ટોબરથી અમલમાં આવશે. પહેલા કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખીને ચાર્ટમાં બે કલાક પહેલા જ બદલાવ કરવામાં આવતો હતો.

    પહેલા શું નિયમ હતો?

    રેલવે તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના કાળ પહેલાના નિયમ પ્રમાણે પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલા તૈયાર થતો હતો. જે બાદમાં ઇન્ટરનેટ અથવા PRS સિસ્ટમ આધારે ઉપલબ્ધ હોય તેવી ટિકિટનું બુકિંગ વહેતા તે પહેલાના ધોરણ કરવામાં આવતું હતું. આ બુકિંગ બીજો રિઝર્વેશન ચાર્ટ બને તે પહેલા સુધી થતું હતું.

    બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના 30થી પાંચ મિનિટ સુધી તૈયાર થતો હતો. આ દરમિયાન રિફંડ નિયમ અંતર્ગત પહેલાથી બુક કરવામાં આવેલી ટિકિટને કેન્સલ કરવાની મંજૂરી હતી. કોરોના કાળમાં બીજા રિઝર્વેશન ચાર્ટના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બીજી વખત નિયમમાં ફેરફાર કરતા ફરીથી રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના 30 મિનિટ સુધી તૈયાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે.

    આ પણ વાંચો: તહેવારોની માર્ગદર્શિકા: જાહેર કે શેરી ગરબા પર પ્રતિબંધ, મૂર્તિની સ્થાપના-પૂજા કરી શકાશે

    બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા ટિકિટનું બુકિંગ ઑનલાઇન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પરથી કરી શકાશે. ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા ચાર્ટ બનાવવા માટે રેલ સૂચના પ્રણાલી કેન્દ્ર (CRIS) સૉફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દેવામાં આવ્યા છે.

    આ પણ જુઓ-

    ઉલ્લેખનીય છે કે ટ્રેનનો પ્રથમ ચાર્ટ ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલા બની જાય છે. બીજા ચાર્ટનો સમય બદલવાથી હવે મુસાફરો પાસે ટિકિટ બુક કરાવવાના વધારે વિકલ્પ રહેસે. મુસાફર બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા આવો પહેલા મેળવોના ધોરણે ઇન્ટરનેટના માધ્યમથી ટિકિટનું બુકિંગ કરી શકે છે. બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના ઠીક 30 મિનિટ પહેલા તૈયાર કરી દેવામાં આવશે. આ ચાર્ટમાં પહેલાથી બુક હોય તેવી ટિકિટને કેન્સલ કરવાની પણ જોગવાઈ હશે.
    Published by:Vinod Zankhaliya
    First published: