તમારી ફિંગર પ્રિન્ટથી બૂક થશે ટ્રેનની ટિકિટ, રેલવેએ શરુ કરી નવી સર્વિસ

ભારતીય રેલવેમાં પહેલી વખત ટિકિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

રેલવે મંત્રાલય અનરિઝર્વ યંત્રિત ડબ્બાઓ અથવા જનરલ ડબ્બાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમ્સથી ટિકિટ આપવાની શરુઆત કરી રહી છે. મુસાફરોને સીટ મેળવામાં સરળતા રહેશે, પ્લેટફોર્મ પર ટિકિટ મેળવવી અને ટ્રેન પકડવી અને અસામાજિક તત્વોથી પણ છુટકારો મળશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી:  રેલવેની સુવિધા સુધારવા સરકાર શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. ભારતીય રેલવેમાં પહેલી વખત ટિકિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે મંત્રાલય બાયમેટ્રિક સિસ્ટમ્સથી અનરિઝર્વેટ ડબ્બામાં અથવા જનરલ કોચમાં ટિકિટ આપવાની શરુઆત કરી રહ્યું છે. આનાથી મુસાફરોને બેઠક વ્યવસ્થામાં સરળતા મળશે, પ્લેટફોર્મ પર ટિકિટ લેવામાં અને ટ્રેન પકડવામાં અને વિરોધી સામાજિક તત્વોથી છુટકારો મેળવવાની સુવિધા આપશે. આ પાયલોટ પ્રોજેક્ટ વેસ્ટર્ન રેલવે ડિવીઝનના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન અને બાંદ્રા ટર્મિનલ પર પહેલેથી જ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે બંને સ્ટેશન પર 2-2 બાયોમેટ્રિક મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે.

  કેવી રીતે થશે તેનો ઉપયોગ ?

  સામાન્ય મુસાફરો માટે ટિકિટ ખરીદનારા મુસાફરોને બાયોમેટ્રિક મશીન પર તેમની ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે, ત્યારબાદ એક ટોકન જનરેટ કરવામાં આવશે. આ ટોકન નંબરો દરેક સામાન્ય વર્ગની કોચ બેઠકોની સંખ્યાના ક્રમમાં ફાળવવામાં આવશે.  ત્યારબાદ મુસાફરોને તેમના ટોકન નંબર સાથે લાઇનમાં ઉભા રહેવું પડશે. એક આરપીએફ સ્ટાફ એન્ટ્રી પોઇન્ટ પર ઊભો રહેશે જે ટૉકનના સીરિયલ નંબરને ચેક કરશે અને મુસાફરોને તે જ ક્રમમાં કોચમાં આવવા દેશે.  આ સિસ્ટમ આ ટ્રેનના સામાન્ય કોચ માટે કામ કરી રહી છે.

  > અમરાવતી એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન)
  > જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન)
  > કર્ણાવતી એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન)
  > ગુજરાત મેઇલ (મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન)
  > ગોલ્ડન ટેમ્પલ મેઇલ (મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન)
  વેસ્ટ એક્સપ્રેસ (બાન્દ્રા ટર્મિનસ)
  > અમરાવતી એક્સપ્રેસ (બાંદ્રા ટર્મિનસ)
  > અવધ એક્સપ્રેસ (બાન્દ્રા ટર્મિનસ)
  > મહારાષ્ટ્ર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (બાન્દ્રા ટર્મિનસ)  રેલવેની વધુ એક નવી તૈયારી - હવે મુસાફરો પાસે રેલવેમાં સબસિડી છોડવાનો વિકલ્પ હશે. રસોઇ ગેસમાં સફળ રહેલી ગિવ ઇટ અપ ઝુંબેશ હવે રેલવેમાં પણ સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે મંત્રાલય ઓનલાઇન ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરોને સબસિડી છોડવાનો વિકલ્પ આપશે,જે રીતે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇઆરસીટીસી વેબસાઇટ પર ટિકિટ ખરીદતી વખતે સબસિડી છૂટવાનો વિકલ્પ આપવામાં આવશે. આ પેસેન્જર પર નિર્ભર રહેશે કે તે સબસિડી લેવા માંગે છે કે નહીં. એટલે કે, તમે તમારી ટ્રેનની સંપૂર્ણ કિંમત ચૂકવી શકો છો.  રેલવે મુસાફરોને 47% સબસિડી પૂરી પાડે છે - ભારતીય રેલવે મુસાફરોને ભાડા પર 47 ટકા સબસિડી આપે છે. સબસિડીની માલ સામાનની કમાણીથી ભરપાઈ કરવામાં આવે છે. આ માટે સોશિયલ મીડિયા, રેલવે ટિકિટની પાછળ, ટ્રેનની અંદર અને પ્રિન્ટની જાહેરાતો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે. આ યોજના આવતા મહિનાથી શરૂ કરી શકાય છે.
  Published by:Bhoomi Koyani
  First published: