Home /News /business /Indian Railway: ટ્રેન લેટ પડી છે? તો સ્ટેશન પર ઠંડીમાં ધ્રુજવાને બદલે આલિશાન રૂમમાં રાહ જુઓ, માત્ર 40 રૂપિયા થશે
Indian Railway: ટ્રેન લેટ પડી છે? તો સ્ટેશન પર ઠંડીમાં ધ્રુજવાને બદલે આલિશાન રૂમમાં રાહ જુઓ, માત્ર 40 રૂપિયા થશે
ફાઇલ તસવીર
Indian Railway: શિયાળાની ઋતુમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રેન ઘણીવાર કેટલાક કલાકો સુધી મોડી દોડે છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે સ્ટેશન પર સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે. ત્યારે રેલવેનો રિટાયરિંગ રૂમ તમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે.
નવી દિલ્હીઃ જો તમારી પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ છે, તો તમે માત્ર 40 રૂપિયામાં લક્ઝરી રૂમમાં 48 કલાક રહી શકો છો. રેલવે તેના મુસાફરોને આ સુવિધા આપે છે. તમને મોટા ભાગના મોટા સ્ટેશનો પર આ સુવિધા મળશે. શિયાળા દરમિયાન ટ્રેનો ઘણીવાર મોડી દોડે છે. આવી સ્થિતિમાં મુસાફરોને કાં તો સ્ટેશન પર ઠંડીમાં ઠૂંઠવાવું પડે છે અથવા તો હોટલમાં રૂમ રાખી રાહ જોવી પડે છે. મુસાફરોની અસુવિધાને ધ્યાને રાખી રેલવેએ આ સેવા શરૂ કરી છે.
આ રૂમ બુક કરવા માટે તમારી પાસે PNR નંબર હોવો જરૂરી છે. તમને આ સુવિધા રેલવેના રિટાયરિંગ રૂમમાં મળે છે. તમે આ રૂમમાં 48 કલાક સુધી ટ્રેનની રાહ જોઈ શકો છો. અહીં તમારી પાસેથી માત્ર 20-40 રૂપિયા લેવામાં આવશે.
તમે તેને તમારા PNR નંબર દ્વારા બુક કરી શકો છો. આ માટે તમારે રેલવેની વેબસાઈટ https://www.rr.irctctourism.com/#/home પર જવું પડશે. તમે એસી અને નોન એસી રૂમ પણ પસંદ કરી શકો છો. રૂમ બુક કરવા માટે તમારે અહીં-ત્યાં જવાની જરૂર નથી. જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ નથી, તો તમે RAC ટિકિટ પર પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો. એક પીએનઆર નંબર પર માત્ર એક રૂમ બુક થાય છે. આ ઉપરાંત જેણે પહેલા બુકિંગ કર્યું છે તેને રૂમ મળશે. રૂમ બુક કરવા માટે તમારે આધાર અથવા પાન કાર્ડ જેવા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ બતાવવા પડશે.
શું છે RAC ટિકિટ?
RAC એક પ્રકારની વેઇટિંગ ટિકિટ છે પરંતુ તેમાં તમને બેસવા માટે સીટ મળે છે. RAC એટલે કેન્સલેશન સામે રિઝર્વેશન. જો કે, આમાં એક જ સીટ પર 2 લોકોએ બેસવાનું છે. મતલબ કે જો તમારી પાસે RAC ટિકિટ હશે તો તમને સૂવાની જગ્યા નહીં મળે. સામાન્ય રીતે આ ટિકિટો ચાર્ટ તૈયાર કરતા પહેલાં કન્ફર્મ થઈ જાય છે. જો કે, જો આવું ન થાય,તો પછીથી પુષ્ટિ થવાની સંભાવના ઘણી ઓછી છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર