Home /News /business /

IRCTC બાદ રેલવેની બીજી બે કંપનીમાં મળશે કમાવાનો મોકો, જાણો - પ્લાન!

IRCTC બાદ રેલવેની બીજી બે કંપનીમાં મળશે કમાવાનો મોકો, જાણો - પ્લાન!

IRCTC બાદ રેલવેની બીજી બે કંપનીમાં મળશે કમાવાનો મોકો

સરકારની યોજના આ બંને કંપનીઓથી 1000 કરોડ રૂપિયાથી લઈ 1200 કરોડ રૂપિયા રકમ ભેગી કરવાનું લક્ષ્ય છે.

    ભારતીય રેલવેની તૈયારી બે કંપનીઓને લિસ્ટ કરવાની છે. ઈન્ડીયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન બાદ Railtel અને ઈન્ડીયન રેલવે ફાયનાન્સ કૉર્પોરેશનનો આઈપીઓ (IPO) ટુંક સમયમાં આવશે. સૂત્રો પાસેથી મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, નાણા મંત્રાલયે આ બંને કંપનીઓના IPOને મંજૂરી આપી દીધી છે.

    1000થી 1200 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય
    રેલવે મંત્રાલય અને નાણા મંત્રાલય તરફથી પૂરી તૈયારી કરવામાં આવી છે કે, આ નાણાકીય વર્ષમાં રેલટેલ અને આઈઆરએફસીનો આઈપીઓ લાવવામાં આવશે. સૂત્રો અનુસાર, સરકારની યોજના આ બંને કંપનીઓ 10થી 15 ટકા ભાગીદારી વેચશે , બંને કંપનીઓથી અલગ-અલગ 1000 કરોડ રૂપિયાથી લઈ 1200 કરોડ રૂપિયા રકમ ભેગી કરવાનું લક્ષ્ય છે.

    અત્યાર સુધીમાં રેલવેની ત્રણ કંપનીઓ લિસ્ટ
    તમને જણાવી દઈએ કે, મંત્રિમંડળની આર્થિક મામલાની સમિતિએ એપ્રિલ 2017માં રેલવેની 5 કંપનીઓ લિસ્ટ કરાવવાની મંજૂરી આપી હતી. જેમાં ઈરકોન ઈન્ટરનેશનલ, રાઈટ્સ, રેલ વિકાસ નિગમ, આઈઆરએફસી અને આઈઆરસીટીસી સામેલ છે. જેમાંથી ઈરકોન ઈન્ટરનેશનલ, રાઈટ્સ અને RVNLને 2018-19માં લિસ્ટ કરી દેવામાં આવી છે.

    30 સપ્ટેમ્બરથી ખુલશે IRCTCનો IPO
    સરકાર દ્વારા હાલમાં જ ઉઠાવવામાં આવે પગલામાં માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. જેને લઈ પીએસયૂની લિસ્ટિંગ ગણા લાંબા સમયથી લટકેલી હતી, તે હવે આગળ વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. IRCTCએ પણ પગલું ભરી દીધુ છે અને તેનો આઈપીઓ 30 સપ્ટેમ્બરે ખુલશે અને 3 ઓક્ટોબરે બંધ થશે. સરકારનું લક્ષ્ય આઈઆરસીટીસીથી 700થી 800 કરોડ કમાવવાનું છે.

    IRCTC રેલવેને કેટરિંગ સર્વિસિસ, ઓનલાઈન રેલ ટિકિટ બુક કરાવવાની સુવિધા અને દેશના સ્ટેશનો અને ટ્રેનોમાં પેયજળ ઉપલબ્ધ કરાવે છે.

    (દિપાલી નન્દા, CNBC આવાજ)
    Published by:kiran mehta
    First published:

    Tags: ભારતીય રેલવે

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन