યાત્રી ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની!

News18 Gujarati
Updated: July 28, 2020, 9:23 PM IST
યાત્રી ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની!
યાત્રી ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની!

સરકાર રેલવે ટ્રાફિકને ઓછો કરવા અને સામાનની સરળતાથી ડિલિવરી માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવી રહી છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં હવે માલગાડીઓ (Freight Train)પણ પ્રાઇવેટ કંપની ચલાવશે. સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC)બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ (Indian Railway)માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે 16 કંપનીઓએ રસ દાખવ્યો છે.

તૈયાર થઈ રહ્યા છે DFC

સરકાર રેલવે ટ્રાફિકને ઓછો કરવા અને સામાનની સરળતાથી ડિલિવરી માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવી રહી છે. 80 હજાર કરોડથી વધારેના ખર્ચથી ડીએફસીના બે કોરિડોર પ્રથમ ચરણમાં બની રહ્યા છે. વેસ્ટર્ન કોરિડોરનો 350 કિલોમીટરનો ભાગ રેલવેએ તૈયાર કરી લીધો છે અને આ ટ્રાયલ પછી વેસ્ટર્ન કોરિડોરના ભાગમાં માલની હેરફેર જલ્દી શરૂ થશે. વેસ્ટર્ન કોરિડોર નોઇડાના દાદરીથી શરૂ થઈને મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ સુધી બની રહ્યો છે. બીજા ચરણમાં 6 નવા કોરિડોર બનવાના છે. એટલે કે દેશના ચારેય ભાગને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી જોડવાનો છે.

આ પણ વાંચો - VIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો

તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે ગુડ્સ ગાડીઓની ઝડપ 100 કિલોમીટરની પ્રતિ કલાક થશે. જેથી ઝડપથી માલ પહોંચશે. બીજો ફાયદો એ રહેશે કે કમિટમેન્ટ સાથે રેલવે વેપારીઓનો માલ સમયસર ડિલિવરી કરી શકશે. ત્રીજો મોટો ફાયદો એ રહેશે કે નોર્મલ ટ્રેક પર જ્યાં હાલ વધારે ભાર છે. ગુડ્સ ટ્રેન હટવાથી નોર્મલ ટ્રેક પર ભાર ઓછો થશે અને તેના પર પેસેન્જર ગાડીઓ સમયસર પોતાના સ્થાને પહોંચી શકશે.
આ કંપનીઓએ લીધો ભાગ

પ્રાઇવેટ ટ્રેનો માટે બોલી લગાવ્યા પહેલા પ્રથમ બેઠકમાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો. સૂત્રોના મતે તેમાં બોમ્બાર્ડિયર, કેપ ઇન્ડિયા, આઈ સ્ક્વાયર કેપિટલ, IRCTC, BHEL,સ્ટર લાઇટ, મેઘા, વેદાંતા, ટેટલા ગર, BEML અને RKએસોસિયેટ્સ સામેલ છે. બીજી મિટિંગ 12 ઓગસ્ટ થવાની છે.

(દીપાલી નંદા - સંવાદદાતા - CNBC-આવાજ)
Published by: Ashish Goyal
First published: July 28, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading