હોળી પર ટ્રેન દ્વારા મુસાફરી કરનારા જાણી લો, બદલાઇ ચૂક્યો છે ટ્રેન પકડવાનો નિયમ
News18 Gujarati Updated: March 17, 2019, 10:43 AM IST

બદલાઇ ચૂક્યો છે ટ્રેન પકડવાનો નિયમ
મુસાફરોને એન્ટ્રીથી લઇને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં લાગતો સમય વધી શકે છે
- News18 Gujarati
- Last Updated: March 17, 2019, 10:43 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે હોળીના તહેવાર પર ટ્રેન દ્વારા ઘરે જઇ રહ્યાં છો તો તમારા માટે જરૂરી છે કે રેલવે દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમ વિશે જાણી લો. એરપોર્ટ પર ફ્લાઇટ પકડવા જેવી રીતે પહોંચો છો તેવી જ રીતે ટ્રેન પકડવા માટે 15-20 મિનિટનો વધુ સમય લઇને નીકળવું પડશે. રેલવે સ્ટેશનો પર અમુક વ્યવસ્થાઓ બદલાઇ રહી છે. જેમાં મુસાફરોને એન્ટ્રીથી લઇને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં લાગતો સમય વધી શકે છે. આ વ્યવસ્થાને સૌથી પહેલાં ઇલાહાબાદ, પુણે રેલવે સ્ટેશન પર લાગુ કરવામાં આવી છે. કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર પણ નવી વ્યવસ્થા લાગુ થશે.
રેલવેએ સલાહ આપી છે કે હવે પેસેન્જર ફ્લાઇટની જેમ જ ટ્રેન પકડવા માટે પણ લગભગ 15થી 20 મિનિટનો વધુ સમય લઇને ઘરેથી નીકળો. જેમાં ચેકિંગમાં લાગતો સમય મેનેજ કરી શકાય. નહીંતર ટ્રેન છૂટવાનો ખતરો રહેશે.
શું છે નિયમ- હવે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશને પણ મુસાફરોને સુરક્ષા તપાસની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ફ્લાઇટની જેમ જ મુસાફરોને ટ્રેનના નક્કી સમય કરતાં પહેલાં સ્ટેશને પહોંચવું પડશે. એક નક્કી સમય બાદ સ્ટેશને પ્રવેશની પરવાનગી નહીં મળે. યોજના છે કે, સુરક્ષા તપાસની પ્રક્રિયા પૂરી કરવા માટે મુસાફરોને નક્કી સમય કરતાં 15થી 20 મિનિટ વહેલું પહોંચવું પડશે.
આ પણ વાંચો: માર્ચમાં રૂ.1500થી વધુ સસ્તું થયું સોનું, આ કારણે વધુ ઘટી શકે છે ભાવ
કયા સ્ટેશને થઇ શરૂઆત - આ બન્ને સ્ટેશને પાયલટ પ્રોજેક્ટ બાદ આને 202 સ્ટેશનોએ લાગુ કરવામાં આવશે. સ્ટેશનો પર એન્ટ્રી માટે જે જુદા-જુદા માર્ગ હોય છે, તેને રેલવે સીલ કરવાની વ્યવસ્થા બનાવી રહ્યું છે. આવામાં એન્ટ્રી માટે સીમિત માર્ગ જ હશે. જેથી એન્ટ્રી પોઇન્ટ પર ભારે ભીડ હશે. એન્ટ્રી પોઇન્ટ પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક બનાવવામાં આવશે.

Loading...