ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતાં નહીં પકડી શકે પોલીસ, Railમાં પ્રવાસ કરતાં પહેલા જાણો આપના અધિકાર

News18 Gujarati
Updated: December 10, 2019, 8:25 AM IST
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતાં નહીં પકડી શકે પોલીસ, Railમાં પ્રવાસ કરતાં પહેલા જાણો આપના અધિકાર
જો કોઈ રેલવે પોલીસકર્મી ટિકિટ ચેકિંગ કે દંડ વસૂલતો જોવા મળશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

જો કોઈ રેલવે પોલીસકર્મી ટિકિટ ચેકિંગ કે દંડ વસૂલતો જોવા મળશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : ટ્રેનમાં મુસાફરો (Train Ticket)નો પ્રવાસ સરળ કરવા માટે ભારતીય રેલવે (Indian Railway) સતત પગલાં ઉઠાવી રહી છે. સાથોસાથ અનેક એવા નિયમોની જાણકારી પણ આપે છે જેને જાણીને મુસાફરી કરવી સરળ થાય છે. આવા જ એક નિયમ વિશે અમે આપને જણાવી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે આરપીએફને ચાલતી ટ્રેન કે પછી પ્લેટફોર્મ પર ટિકિટ ચૅક કરવાનો અધિકાર નથી. આ કામ માત્ર ટીટીઈ જ કરશે. ટિકિટ વગરના મુસાફરોને દંડ ફટકારવાનો પાવર માત્ર અધિકૃત ટિકિટ ચૅકિંગ સ્ટાફને જ હોય છે. સામાન્ય રીતે ટ્રેનોમાં અન પ્લેટફોર્મ પર રેલવે પોલીસ ટિકિટ ચૅક કરીને ભોળા લોકો પાસેથી પૈસા પડાવે છે. ટ્રેનોના જનરલ ડબ્બામાં આવા દૃશ્યો રોજ જોવા મળતા હોય છે. લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે અને રેલવે પ્રશાસન તેનું કંઈ નથી કરી શકતી.

(1) કોણ ટિકિટ ચૅક કરી શકે છે? - આપના પ્રવાસ દરમિયાન ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (TTE) જ આપની ટિકિટ તપાસી શકે છે. રેલવે તરફથી જાહેર નિયમ જણાવે છે કે રાત્રે 10 વાગ્યા બાદ TTE પણ આપને ડિસ્ટર્બ ન કરી શકે.

(2) ટીટીઈને સવારે 6થી રાત્રે 10 વાગ્યાની વચ્ચે જ ટિકિટોનું વૅરિફિકેશન કરવું જરૂરી છે. રાત્રે ઊંઘી ગયા બાદ કોઈ પણ મુસાફરને ડિસ્ટર્બ ન કરી શકાય. આ ગાઇડલાઇન રેલવે બોર્ડનો છે. જોકે, રાત્રે 10 વાગ્યા બાદ પ્રવાસ શરૂ કરનારા મુસાફરો પર આ નિયમ લાગુ નથી થતો.

(3) તમે ફરિયાદ કરી શકો છો - જો આપની પાસે ટિકિટ નથી કે પછી તેમાં કોઈ મુશ્કેલી છે તો ટીટીઈનો સંપર્ક કરો. આરપીએફ તેમાં કંઈ નહીં કરે. કોઈ પોલીસકર્મી જો આપની ટિકિટ ચૅક કરવાની જીદ કરે કે ધમકાવે તો તેના વરિષ્ઠ અધિકારી સાથે તે અંગેની ફરિયાદ કરી શકાય છે.

>> ઈન્ડિયન રેલવેએ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે નંબર જાહેર કરી દીધો છે. રેલવે યૂઝર 155210 પર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. અહીં તમે ઈન્ડિયન રેલવે સાથે જોડાયેલી કોઈ પણ સર્વિસ માટે 24 કલાક ફરિયાદ કરી શકો છો અને સલાહ આપી શકો છો.
>> રેલવેએ જાહેર કરેલા એસએમએસ નંબર 9717630982 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાય છે.>> ગૂગલ પ્લે સ્ટોરથી ઈન્ડિયન રેલવેની એપ ઈન્ડિયન રેલવે સીઓએમએસ મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.
>> ફરિયાદી સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રેવિયન્સ રિડ્રેસ એન્ડ મૉનિટરિંગ સિસ્ટમની વૅબસાઇટ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે. અહીં ફરિયાદ કરતાં આપને ફરિયાદ નંબર મળશે. આ નંબર દ્વારા તમે પોતાની ફરિયાદ પર કરવામાં આવેલી કાર્યવાહીને ટ્રેક કરી શકો છો.
>> ફરિયાદી રેલવેના ટ્વિટર પેજ twitter@RailMinIndia અને ફેસબુક પેજ facebook.com/RailMinIndia ઉપર પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

આ પણ વાંચો, રેલવેની મોટી ગિફ્ટ! હવે ટ્રેનના જનરલ કૉચમાં પણ રિઝર્વ સીટ મળશે, જાણો બુકિંગની પ્રોસેસ

(4) કડક કાર્યવાહી થઈ શકે છે - રેલવે સિક્યુરિટી સાથે જોડાયેલા એક વરિષ્‍ઠ અધિકારીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે જો કોઈ પોલીસકર્મી ટિકિટ ચેકિંગ કે દંડ વસૂલતો જોવા મળે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટિકિટ ચેક કરવાનો અધિકાર રેલવે પોલીસને ક્યારેય નહોતો. તેથી જો કોઈ યૂનિફોર્મધારી ટિકિટ ચેક કરે છે તો તે ખોટું છે. તેને સહન ન કરવામાં આવે.

(5) રેલવેના મોટા અધિકારીઓને જો આરપીએફ દ્વારા ટિકિટ ચેકિંગ કરાયું હોવાની જાણકારી મળે છે તો તેઓ આરોપી પર સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી શકે છે. તેથી પોતાના અધિકારોને લઈ સચેત રહો.

(6) રેલવે અધિકારીએ જણાવ્યું કે મેજિસ્ટ્રેટ દરોડા જેવી કાર્યવાહી દરમિયાન જ રેલવે પોલીસ માત્ર ટિકિટ ચેક કરવામાં સહાયતા કરી શકે છે. નહીં તો તેના માટે માત્ર કોમર્શિયલ સ્ટાફ અધિકૃત છે.

આ પણ વાંચો, SBIના કરોડો ગ્રાહકો માટે ખુશીના સમાચાર! આપના હોમ લોનની EMI આટલી ઓછી થઈ
First published: December 10, 2019, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading