ટ્રેન ટિકિટ પર લખેલા આ શબ્દોનો અર્થ જાણો, બુકિંગ વખતે રહેશો ટેન્શન ફ્રી

ટ્રેન ટિકિટ પર લખેલા આ શબ્દોનો અર્થ જાણો

ટ્રેનની ટિકિટ બુક કરતાં સમયે કેટલાક શોર્ટકટ શબ્દો દેખાય છે, પરંતુ આપણે જાણ્યા વગર જ તેની પર ક્લિક કરી દઇએ છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ટ્રેનની ટિકિટ બુક કરતાં સમયે કેટલાક શોર્ટકટ શબ્દો દેખાય છે, પરંતુ આપણે જાણ્યા વગર જ તેની પર ક્લિક કરી દઇએ છે. આવામાં ઘણીવાર જણાતું નથી કે ટિકિટ બુક થઇ છે કે નહીં. આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમારી મદદ કરી રહ્યાં છે. ચાલો જાણીએ આ શોર્ટકટ શબ્દોના અર્થ, જે તમારી ટિકિટ પર લખાયેલ હોય છે.

  WL- આનો અર્થ થાય છે કે, તમારી સીટ કન્ફોર્મ નથી. વેઇટિંગ છે. આની સાથે લાભ એ છે કે વેટિંગ લિસ્ટ વધુ ન હોય તો ટિકિટ કન્ફોર્મ થઇ જાય છે. સીટ નંબર જર્ની ડેટે ચાર્ટ તૈયાર થાય તે પહેલાં મળે છે.

  GNWL- જનરલ વેટિંગ લિસ્ટ, આનો અર્થ થાય છે કે તમે જે ટ્રેનની ટિકિટ લીધી છે, તે ટ્રેન તે સ્ટેશન અથવા આસપાસના સ્ટેશનથી બનીને ખુલે છે. આમાં ટિકિટ કન્ફોર્મ થવાના ચાન્સ વધુ હોય છે.

  RLWL- રિમોટ લોકેશન વેટિંગ લિસ્ટ, બે મોટા સ્ટેશનો વચ્ચે, જ્યાં વધુ ટ્રેનો આવતી નથી તો આવામાં આ પ્રકારની ટિકિટ મળે છે. આ ટિકિટ કન્ફોર્મ થવાના ચાન્સ વધુ હોય છે.

  PQWL- નાના સ્ટેશનો પર ક્વોટામાં આપેલી સીટના આધારે ટિકિટ આપવામાં આવે છે. આમાં પણ ટિકિટ કન્ફોર્મ થવાના ચાન્સ ઓછા હોય છે.

  PQWL/REGRET- આનો અર્થ છે કે ટ્રેનમાં સીટ નથી અને તમને ટિકિટ નહીં મળે.

  RAC- આનો અર્થ થાય છે કે તમારે માત્ર બેસીને મુસાફરી કરવી પડશે. તમને માત્ર બેસવાની જગ્યા મળશે.

  CNF- તમારી સીટ કન્ફોર્મ થઇ ગઇ છે. સાથે જ તમને ડબ્બા નંબર, સીટ નંબર, પીએનઆર નંબર ટિકિટ પર દેખાશે.

  આ પણ વાંચો: 4 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, વાર્ષિક 6 લાખથી વધુ થશે કમાણી

  સીટ પણ જાણી લો- જો ટિકિટ કન્ફોર્મ છે તો સીટ નંબર ઉપરાંત ટિકિટ જોઇને તમે તમારી પોઝિશન પણ જાણી શકો છો. જો તમારા બર્થ નંબર સામે LB લખ્યું છે તો આનો અર્થ છે કે લોઅર એટલે કે નીચેવાળું બર્થ છે. જો MB લખ્યું છે તો આનો અર્થ છે મિડલ બર્થ. UBનો અર્થ છે અપર બર્થ. ઉપરાંત જો SU અને SL લખેલું હોય તો એનો અર્થ થાય છે સાઇડ અપર અને સાઇડ લોઅર બર્થ.
  Published by:Azhar Patangwala
  First published: