ટ્રેન મુસાફરોને મળશે ‘Talk Back’ બટન, મુશ્કેલીમાં લાગશે કામ

News18 Gujarati
Updated: May 21, 2019, 3:17 PM IST
ટ્રેન મુસાફરોને મળશે ‘Talk Back’ બટન, મુશ્કેલીમાં લાગશે કામ
ટ્રેન મુસાફરોને મળશે ‘Talk Back’ બટન

ભારતીય રેલવેએ મહિલા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિદ્યા ઉપલબ્ધ કરાવી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રેલવે દ્વારા સતત મુસાફરોની સુવિદ્યાને લઇને પગલાં લેવાય છે. આવામાં ભારતીય રેલવેએ મહિલા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિદ્યા ઉપલબ્ધ કરાવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રેલવે હાલ આને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવી રહ્યું છે. જો આ સંપૂર્ણ રીતે સફળ રહ્યું તો અન્ય ટ્રેનોમાં પણ આ સુવિદ્યા ઉપલબ્ધ થશે. તમને જણાવી દઇએ કે, રેલવેએ 2016માં પહેલીવાર મહિલા ડબ્બામાં ‘Talk Back’ની સુવિદ્યા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપલબ્ધ કરાવી હતી. જે બાદ સપ્ટેમ્બર 2018 બાદ ઘણી ટ્રેનોમાં આ સુવિદ્યા ઉપલબ્ધ કરાઇ હતી.

શું છે ‘Talk Back’ બટન- પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનોના ફસ્ટ ક્લાસ મહિલા ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિદ્યા ઉપલબ્ધ કરાવી છે. જે હેઠળ મહિલા મુસાફર કોઇ મુશ્કેલ સ્થિતિમાં ટ્રેનના ગાર્ડ અને મોટરમેન સાથે ‘Talk Back’ દ્વારા તરત જ સંપર્ક કરી શકે છે. અત્યાર સુધી પશ્ચિમ રેલવે તરફથી 70 ટકા મહિલા ડબ્બામાં આ સુવિદ્યા અપાઇ ચૂકી છે.

આ સર્વિસનો ખોટો ઉપયોગ ન થાય, તેને લઇને રેલવેએ રેકોર્ડિંગની વ્યવસ્થા પણ કરી છે. ગાર્ડ અને મોટરમેન સાથે જે પણ વાત થશે તે રેકોર્ડ કરાશે. ત્યાં જ, કોઇ દુર્ઘટનાની સ્થિતિમાં આ વાતચીતને પૂરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: ચૂંટણી બાદ ઝટકો, કાર-બાઇક ચલાવવું બનશે મોંઘું!

એક બાજુ, જ્યાં મહિલા મુસાફરો અને મોટરમેન અથવા ગાર્ડ સાથે થનારી વાતચીતને રેકોર્ડ કરાઇ રહી છે, ત્યાં જ સીસીટીવી કેમેરાની મદદથી આ બટન પર નજર રાખવામાં આવે છે.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...