વેકેશનની રજાઓમાં માત્ર 25 રૂપિયામાં બુક કરો રેલવેનો રૂમ

News18 Gujarati
Updated: April 7, 2019, 2:47 PM IST
વેકેશનની રજાઓમાં માત્ર 25 રૂપિયામાં બુક કરો રેલવેનો રૂમ
વેકેશનની રજાઓમાં માત્ર 25 રૂપિયામાં બુક કરો રેલવેનો રૂમ

મુસાફરોને હોટલના ખર્ચથી બચાવવા માટે રેલવે સસ્તામાં રૂમ બુક કરાવવાની સુવિધા પણ આપે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય રેલવે ટ્રેનમાં સફર કરનારા યાત્રીઓને ઘણી સુવિદ્યાઓ આપે છે. રેલવે સસ્તાાં સફર કરાવવાાની સાથે યાત્રીઓના ખર્ચનું પણ ધ્યાન રાખે છે. મુસાફરોને હોટલના ખર્ચથી બચાવવા માટે રેલવે સસ્તામાં રૂમ બુક કરાવવાની સુવિધા પણ આપે છે. જાણો રૂમ બુક કરાવવાની પ્રોસેસ...

માત્ર 25 રૂપિયામાં બુક કરો રૂમ

રેલવે માત્ર 25 રૂપિયામાં રિટાયરિંગ રૂમ બુક કરવાની સુવિધા આપે છે. IRCTCની વેબસાઇટ દ્વારા તમે ઓછામાં ઓછા 3 કલાક અને વધુમાં વધુ 48 કલાક માટે રિટાયરિંગ રૂમ અને ડોર્મિટરીઝ બુક કરી શકો છો. જો 3 કલાક માટે બુકિંગ હોય તો 25 રૂપિયા ચાર્જ આપવું પડશે, જ્યારે 24 કલાકના બુકિંગ પર 100 રૂપિયા અને 48 કલાકના બુકિંગ પર 200 રૂપિયા ચાર્જ લાગશે. જો તમે રૂમ બુકિંગનું પેમેન્ટ ડિઝિટલી કરો છો તો તમને 5 રૂપિયાની છૂટ મળશે.

કોણ કરી શકે છે રૂમ બુક

કમ્ફોર્મ ટિકિટ હોય તે જ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે. એક પીએનઆર નંબર પર એક જ બુકિંગ સોર્સ અને ડેસ્ટિનેશન સ્ટેશનથી કરાવી શકાય છે.

આ પણ વાંચો: SBI ક્રેડિટ કાર્ડને YONO સાથે લિંક કરો, આ સુવિધાઓ મળશેરૂમ બુક કરવા માટે તમારે સૌથી પહેલાં IRCTCની વેબસાઇટ પર જવું પડશે. ત્યાં યુઝર નેમ અને પાસવર્ડની મદદથી પોતાનું એકાઉન્ટ ખોલો. જે બાદ ટિકિટ પીએનઆર નંબર ઓપ્શનમાં નંબર નાંખો. તે પછી તમે રિટારિંગ રૂમ અથવા ડોર્મિટરી બુક કરી શકો છો. ભારતના મોટાભાગના રેલવે સ્ટેશનોએ રિટાયરિંગ રૂમ ઉપલબ્ધ છે. આ રૂમ એસી, નોન એસી વિકલ્પ સાથે સિંગલ, ડબલ બેડ અને ડોર્મિટરીમાં ઉપલબ્ધ છે.

રિટાયરિંગ રૂમ રદ કરવાનો નિયમ- જો તમે રૂમને ચેક ઇનના 48 કલાક પહેલાં રદ કરો છો તો તમારી 20 ટકા રકમ કપાઇ જશે. જો તમે રિટાયરિંગ રૂમને ચેક ઇનના 24 કલાક વચ્ચે રદ કરો છો તમારી 50 ટકા રકમ કપાઇ જશે.
First published: April 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading