Home /News /business /

ઈન્ડીયન રેલવેએ બદલ્યો મોટો નિયમ, હવે આટલી મિનિટ પહેલા જાહેર થશે Reservation Chart

ઈન્ડીયન રેલવેએ બદલ્યો મોટો નિયમ, હવે આટલી મિનિટ પહેલા જાહેર થશે Reservation Chart

પ્રતિકાત્મક તસવીર

ભારતીય રેલવેએ કેટલાક નિયમ-શરતો સાથે 1 મે બાદ વિશેષ ટ્રેન ચલાવવાનું શરૂ કરી ભારતીય રેલવેએ 11 મે 2020ના રોજ ટ્રેનો માટે બીજો રિઝર્વેશન ચાર્ટ જાહેર કરવાના નિયમોમાં અસ્થાયી ફેરફાર કરી દીધો.

    નવી દિલ્હી : ઈન્ડીયન રેલવેએ યાત્રિઓની સુવિધાને ધ્યાનમાં રાખી રિઝર્વેશન રુલ્સમાં ફેરફાર કર્યો છે. રેલવે અનુસાર, હવે ટ્રેન સ્ટેશનથી છૂટવાના 30 મનિટ પહેલા બીજો રિઝર્વેશન ચાર્ટ પણ જાહેર કરવામાં આવશે. તમામ ઝોનલ રેલવે તરફથી મળેલા આગ્રહના આધાર પર ભારતીય રેલવેએ આ પગલું ભર્યું છે. આ બદલાવ પાછળનું કારણ રિઝર્વેશન ચાર્ટના આધારે ખાલી સીટો માટે ઓનલાઈન અને પીઆરએસ કાઉન્ટરો પર ટિકિટોનું બુકિંગ કરી શકાય. તમને જણાવી દઈએ કે, કોવિડ-19ને જોતા રેલવેએ ટ્રેન ખુલવાના 2 કલાક પહેલા બીજુ રિઝર્વેશન ચાર્ટ જાહેર કરવાનો અસ્થાઈ નિર્ણય લીધો હતો. રેલવે પહેલા રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ખુલવાના 4 કલાક પહેલા જાહેર કરતું હતું.

    કોરોના સંકટ વચ્ચે રેલવે દ્વારા આ નિયમમાં કરવામાં આવ્યો હતો ફેરફાર

    કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં લોકડાઉન લગાવી દીધુ હતું. તમામ પ્રવાસ પરિવહનને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં ચાલતી 12 હજારથી વધારે ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી.

    આ પણ વાંચોઅમદાવાદ: Gold-Silverના ભાવમાં તેજી, જાણો આજનો નવો ભાવ

    આ પણ વાંચોઅમદાવાદ: 'SORRY પપ્પા, હું ઈજ્જત ઉછાળવા નતી માંગતી, છોકરાને લવ કરું છું, માનજો હું મરી ગઈ', યુવતી ગુમ

    ભારતીય રેલવેએ કેટલાક નિયમ-શરતો સાથે 1 મે બાદ વિશેષ ટ્રેન ચલાવવાનું શરૂ કરી ભારતીય રેલવેએ 11 મે 2020ના રોજ ટ્રેનો માટે બીજો રિઝર્વેશન ચાર્ટ જાહેર કરવાના નિયમોમાં અસ્થાયી ફેરફાર કરી દીધો. આ હેઠળ સ્ટેશનોથી ટ્રેનને છૂટવાના 2 કલાક પહેલા બીજો રિઝર્વેશન ટાર્ટ જાહેર કરવામાં આવવા લાગ્યો. વિશેષ ટ્રેનો માટે આ જોગવાઈ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોસુરત: રીક્ષા ચાલક અને માથા ફરેલ પેસેન્જર વચ્ચે મારામારી, Video વાયરલ

    સામાન્ય દિવસોમાં રિઝર્વેશન ચાર્ટ જાહેર કરવાને લઈ હતો આ નિયમ

    કોરોના કાળ પહેલા સામાન્ય ટ્રેનો માટે ટ્રેનના શિડ્યુલ અથવા રી-શિડ્યુલ ડિપાર્ચરથી 4 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ જાહેર કરવામાં આવતો હતો. તો બીજો ચાર્ટ ટ્રેન ખુલવાના 30 મિનિટથી 5 મિનિટ પહેલા જાહેર કરવામાં આવતો હતો. એટલું જ નહીં, રિફંડ રૂલ્સની જોગવાઈ અનુસાર, બુકિંગ થયેલી ટિકિટોને આ સમયગાળામાં રદ પણ કરી શકાતી હતી. હવે એકવાર ફરી રેલવે બીજો ટિકિટ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન સ્ટેશનથી છૂટે તેના 30 મિનિટ પહેલા જાહેર કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: ભારતીય રેલવે

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन