Home /News /business /એર ઈન્ડિયાના રસ્તે રેલવે, આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર, શું છે મોટી યોજના?
એર ઈન્ડિયાના રસ્તે રેલવે, આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર, શું છે મોટી યોજના?
રેલ્વે આવનારા વર્ષોમાં માલવાહક ક્ષેત્રે મોટી છલાંગ લગાવશે.
Indian Railways: રેલ્વે દ્વારા શરૂ કરાયેલા ઘણા પ્રોજેક્ટ પૂરા થવાથી દેશનો દરેક ભાગ એકબીજા સાથે જોડાઈ જશે. દેશમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું કામ પણ 61 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. તેના પૂર્ણ થવાથી રેલ્વેની માલવાહક ક્ષમતામાં મોટો વધારો થશે.
India Railway: એર ઈન્ડિયાએ અમેરિકાની બોઈંગ અને યુરોપની એર બસ કંપની સાથે 80 બિલિયન ડોલરની ડીલ સાઈન કરીને સૌવને ચોંકાવ્યા છે. એર ઈન્ડિયા બંને કંપનીઓ પાસેથી 470 અત્યાધુનિક પેસેન્જર એરક્રાફ્ટ ખરીદશે. એર ઈન્ડિયાએ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં હાજરી સ્થાપિત કરવા માટે આ ડીલ કરી છે. તેમજ ભારતીય રેલ્વેએ તેનો હિસ્સો 20 ટકા વધારવા માટે રેલ્વેના ઇતિહાસમાં સૌથી મોટો વેગન ઓર્ડર પણ આપ્યો છે. રેલવેએ 84,000 બોગી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આજ સુધી રેલવેએ આટલી બોગી એકસાથે ખરીદી નથી.
રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જર્દોશે આ વાતને સમર્થન આપ્યું છે. ઉદ્યોગ મંડળ એસોચેમ (ASSOCHAM) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રેલ્વે આ વર્ષે તેની સૌથી વધુ 1500 મિલિયન ટનની માલવાહક ક્ષમતા હાંસલ કરવા સખત પ્રયાશ કરી રહ્યું છે. રેલ્વે આગામી વર્ષોમાં માલવાહક ક્ષેત્રે મોટી છલાંગ લગાવશે.
પરંપરાગત માલ હેરફેર સાથે, ભારતીય રેલ્વે હવે એવા માલસામાનના પરિવહન પર નજર રાખી રહ્યું છે, જે સામાન્ય રીતે માર્ગ દ્વારા પરિવહન થાય છે. રેલવે કન્ટેનર દ્વારા જથ્થાબંધ તેમજ છૂટક માલસામાનનું વહન કરવાની યોજના ધરાવે છે. આ સામગ્રી હજુ પણ ટ્રક અને અન્ય કોમર્શિયલ વાહનો દ્વારા વહન કરવામાં આવી રહ્યો છે.
હાલમાં દેશના કુલ માલસામાન હેરફેરમાં રેલવેનો હિસ્સો 27 ટકા છે. રેલ્વેએ 2030 સુધીમાં તેને વધારીને 45 ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે મૂળભૂત રીતે ચાર બાબતો - ટ્રેક, બોગી, રેક અને ર્મિનલની જરૂર પડશે. રેલ્વે રાજ્ય મંત્રી જરદોશનું કહેવું છે કે સરકારે છેલ્લા 8 વર્ષમાં આ તમામ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2014 અને 2021-22 વચ્ચે, રેલ ટ્રેકની મંજૂરી દરરોજ 7 કિલોમીટરના આધારે આપવામાં આવી હતી અને હવે તેને વધારીને 12 કિલોમીટર પ્રતિ દિવસ કરવામાં આવી છે.
રેલવે માલ વાહકમાં મોટી કમાણી કરે છે
રેલ્વે સામાન હેરફેર અંગે કમાણી પર વિશેષ ભાર મૂકી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં (એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 સુધી) રેલ્વેએ આ ક્ષેત્રથી રૂ.1,35,387 કરોડની કમાણી કરી છે. પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં, રેલવેએ રૂ.1,17,212 કરોડની કમાણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર