રેલવે કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ, મળશે 78 દિવસનું બોનસ

News18 Gujarati
Updated: September 18, 2019, 4:16 PM IST
રેલવે કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ, મળશે 78 દિવસનું બોનસ
રેલવેના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આ વર્ષ પણ રેલવે કર્મચારીઓને બોનસ મળશે. તેમણે જણાવ્યું કે, રેલવે કર્મચારીઓને 78 દિવસનું પગાર બોનસ આપવામાં આવશે.

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે કેટલાક મોટા નિર્ણય લીધા છે. કેબિનેટ બેઠકની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, આ વર્ષ પણ રેલવે કર્મચારીઓને બોનસ મળશે. તેમણે જણાવ્યું કે, રેલવે કર્મચારીઓને 78 દિવસનું પગાર બોનસ આપવામાં આવશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ બોનસ પર સરકાર 2024 કરોડ રૂપિયા ખર્ચ કરશે. સરકારના આ નિર્ણયથી 11.52 લાખ રેલ કર્મચારીઓને ફાયદો થશે. રેલવે કર્મચારીઓને દર વર્ષે દશેરા પહેલા ઉત્પાદકતા આધારિત બોનસ આપવામાં આવે છે.

કોને મળશે બોનસનો ફાયદો - રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી છે. તેમણે કહ્યું કે, આવુ પહેલી વખત થઈ રહ્યું છે કે, કોઈ સરકાર સળંગ રેલવેના કર્મચારીઓને 6 વર્ષ સુધી બોનસ આપી રહી હોય. તેમણે કહ્યું કે, આ બોનસ રેલવે કર્મચારીઓની મહેનતનું ફળ છે.

- ફેસ્ટિવલ સિઝન પહેલા કર્મચારીઓને મળનારા આ બોનસથી બજારમાં માંગ પણ વધવાની સંભાવના છે. આ બોનસ નોન ગેજેટેડ કર્મચારીઓને મળશે. આ એક પ્રકારનું પ્રોડક્ટિવીટી લિન્ક બોનસ છે. ગત વર્ષે પ્રતિ કર્મચારી બોનસની અધિકતમ રકમ 17951 રૂપિયા હતી.

- દર વર્ષે રેલવેના કર્મચારીઓેને દશેરાની પૂજાની છઠ્ઠી પહેલા આ બોનસ આપવામાં આવે છે. રેલવેમાં પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ વર્ષ 1979માં લાવવામાં આવ્યું હતું. પહેલા 72 દિવસના વેતના બરાબર બોનસ આપવામાં આવતું હતું.

વર્ષ 2011-12, 2012-13, 2013-14, 2014-15, 2016-17, 2018-19માં પણ રેલવે કર્મીઓને 78 દિવસના વેતનના બરાબર બોનસ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, રેલવે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ટુંક સમયમાં પોતાના કર્મચારીઓને આકર્ષક બોનસ આપશે.
First published: September 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading