હવે, ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવી થશે મોંઘી, કપાશે બમણો ચાર્જ

હવે, ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવી થશે મોંઘી, કપાશે બમણો ચાર્જ
રેલવે મુસાફરો માટે માઠા સમાચાર છે. હવે મુસાફરી ન કરતાં રેલવે ટિકિટ કેન્સલ કરાવવી મોંઘી થઇ શકે એમ છે. રેલવેએ ટિકિટ રદ કરાવવાનો ચાર્જ બેગણો કરી દીધો છે અને રીફંડ પરત મેળવવાના નિયમોમાં પણ ફેરફાર કરવા પ્રસ્તાવ કર્યો છે કે જરૂરતમંદ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે. નવા નિયમો અંતગર્ત ટ્રેનના પ્રસ્થાન બાદ રિફંડ પરત નહીં મળે. ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા જ રિફંડ પરત મેળવી શકાશે. 12મી નવેમ્બરથી આ નિયમો લાગુ કરાશે.

 • News18
 • Last Updated:November 07, 2015, 01:53 IST
 • Share this:
  નવી દિલ્હી # રેલવે મુસાફરો માટે માઠા સમાચાર છે. હવે મુસાફરી ન કરતાં રેલવે ટિકિટ કેન્સલ કરાવવી મોંઘી થઇ શકે એમ છે. રેલવેએ ટિકિટ રદ કરાવવાનો ચાર્જ બેગણો કરી દીધો છે અને રીફંડ પરત મેળવવાના નિયમોમાં પણ ફેરફાર કરવા પ્રસ્તાવ કર્યો છે કે જરૂરતમંદ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે.

  નવા નિયમો અંતગર્ત ટ્રેનના પ્રસ્થાન બાદ રિફંડ પરત નહીં મળે. ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા જ રિફંડ પરત મેળવી શકાશે. 12મી નવેમ્બરથી આ નિયમો લાગુ કરાશે.  સેકન્ડ ક્લાસ વર્ગમાં કન્ફર્મ ટિકિટ ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલા રદ કરાવતાં હાલમાં રૂ.30 કપાતા હતા જે હવેથી રૂ.60 કપાશે, જ્યારે થ્રી ટાયર એસીમાં રૂ.90 કપાતા હતા જે હવેથી રૂ.180 કપાશે.

  વેઇટીંગ યાદીવાળી ટિકિટ અને રિઝર્વેશન વિરૂધ્ધ કેન્સલેશન (આરએસી) વાળી ટિકિટ માટે ટ્રેન ઉપડવાના નિર્ધારીત સમયથી અડધા કલાક પહેલા રિફંડ લેવાનું રહેશે અને બાદમાં રિફંડ અપાશે નહીં.
  Published by:News18 Gujarati
  First published:November 07, 2015, 01:53 IST