ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય રેલવેએ કેટલીક મુશ્કેલીઓને લીધે બુધવારે 434 ટ્રેન રદ કરી છે. આ તમામ ટ્રેનમાં સૌથી વધુ પેસન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવે દ્વારા અમુક મેલ, એક્સપ્રેસ ટ્રેન તથા સ્પેશિયલ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશમાં રેલવેના જુદા-જુદા ઝોનમાં ચાલી રહેલાં સમારકામને લીધે ટ્રેનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી. જેના કારણે રેલવે દ્વારા એ રૂટની ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેની વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTS) પર રદ કરવામાં આવેલી ટ્રેનોની યાદી આપવામાં આવી છે.
આવી રીતે મેળવો રિફંડ
રેલવેએ રદ કરેલી ટ્રેનોની યાદી વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ પર જાણી શકો છો. ત્યાં જ સ્ટેશન પર પણ એનાઉન્સમેન્ટ કરી મુસાફરોને રદ ટ્રેનોની જાણકારી આપવામાં આવી રહી છે. 139 પર એસએમએસ કરીને પણ તમારી ટ્રેનની સ્થિતિ જાણી શકો છો. જે મુસાફરોની ટ્રેન રદ કરવામાં આવી છે, તે લોકો પોતાની ટિકિટ રદ કરાવીને રિફંડ મેળવી શકે છે.
ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં રોજ લગભગ 12,600 ટ્રેનો દોડાવવામાં આવે છે. જેમાં રોજ લગભગ 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે દ્વારા દેશના વિવિધ ઝોનમાં સમયસર પાટા તથા અન્ય વ્યવસ્થાઓના સમારકામ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવે છે. જેના કારણે તે રૂટની ટ્રેનોને રદ કરવી પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર