લૉકડાઉન પાર્ટ-2 : રેલવેએ ત્રીજી મે સુધી તમામ પ્રવાસી ટ્રેન રદ કરી, વિમાન સેવા પણ શરૂ નહીં થાય

News18 Gujarati
Updated: April 14, 2020, 12:58 PM IST
લૉકડાઉન પાર્ટ-2 : રેલવેએ ત્રીજી મે સુધી તમામ પ્રવાસી ટ્રેન રદ કરી, વિમાન સેવા પણ શરૂ નહીં થાય
પ્રતિકાત્મક તસવીર

એવિએશન મંત્રાલય તરફથી પણ ત્રીજી મે સુધી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus Covid-19)ના પગલે દેશમાં લૉકડાઉન (Lockdown Part-2)ને ત્રીજી મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. પીએમ મોદી (PM Narendra Modi)એ દેશના લોકોને સંબોધન કરતા આ માહિતી આપી હતી. બીજી તરફ હવે લૉકડાઉન વધવાને કારણે તમામ પ્રવાસી ટ્રેનો (Passengers Train) પણ ત્રીજી મે સુધી રદ કરી નાખવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા રેલવે મંત્રાલય તરફથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પ્રવાસી ટ્રેનોને 14મી એપ્રિલ સુધી નહીં ચલાવવાનો આદેશ કર્યો હતો. જોકે, આ દરમિયાન માલગાડી (Good Train) ચાલુ છે. આ દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં હજારો લોકો ફસાયેલા છે, આ લોકો પોતાના ઘરે પરત જવા માટે ટ્રેન શરૂ થયા તેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વિમાની સેવા પણ ત્રીજી મે સુધી રદ રહેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

ત્રીજી મે સુધી તમામ ટ્રેન રદ :

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે રેલવેએ ત્રીજા માર્ચ સુધી તમામ પ્રવાસી ટ્રેનને રદ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે તરફથી પ્રીમિયમ ટ્રેન, મેલ, એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, સબર્બન ટ્રેન, કોલકાતા મેટ્રો, કોંકણ રેલવે વગેરને ત્રીજી મે સુધી રદ કરી નાખી છે. આ ઉપરાંત IRCTC તરફથી પોતાના ત્રણ પ્રાઇવેટ ટ્રેનમાં 30મી એપ્રિલ સુધી બુકિંગ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણેય ટ્રેન વારાણસી રૂટ પર દોડનારી કાશી મહાકાલ એક્સપ્રેસ, લખનઉ-દિલ્હી તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસ છે.

આ પણ વાંચો : પીએમ મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન : કોરોના સામે લડવા આ સાત વાત પર માંગ્યો લોકોનો સાથ

IRCTCના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન જેમણે પણ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે તેમને 100 ટકા રિફંડ મળશે. એટલે કે તેમની કોઈ રકમ કાપવામાં નહીં આવે.

આ પણ વાંચો : સુરતમાં લૉકડાઉનમાં પત્ની સાથે લટાર મારવા નીકળેલો પતિ પોલીસને જોઈને પત્નીને મૂકીને ભાગ્યો! 

ફ્લાઇટ્સ ત્રીજી મે સુધી રદ :

ટ્રેન બાદ સરકાર તરફથી તમામ પેસેન્જર ઉડાનોને ત્રીજી મે સુધી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એવિએશન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ત્રીજી મેના રાત્રે 11:59pm વાગ્યા સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાણો રદ રહેશે.
First published: April 14, 2020, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading