નવી દિલ્હીઃ પેટ્રેલ-ડીઝલની વધતી કિંમતથી સામાન્ય જનતા વધારે પરેશાન છે. એવામા જો અમે તમને કહીએ કે તમે 50 રૂપિયાનું પેટ્રેલ ડીઝલ મફતમાં મેળવી શકો છો. તો તમને વિશ્વાસ નહિ થાય. પરંતુ આ હકીકત છે. તમે ઈન્ડિયન ઓઈલના હજારો પેટ્રોલ પંપ પર આ ફાયદો ઉઠાવી શકો છો.
આ ધમાકેદાર ઓફર માટે દેશની પોપ્યુલર પેમેન્ટ એપ PhonePe કે Google Pay કે Paytm દ્વારા IOCL XTRAREWARDS એકાઉન્ટ માટે રજિસ્ટર કરો. રજિસ્ટ્રેશન કર્યાની થોડી વારમાં તમારી પાસે IOCL XTRAREWARDS એકાઉન્ટમાં 50 રૂપિયા આવી જશે. તમે આ 50 રૂપિયાનો ઉપયોગ કરીને IOCL ના પંપ પરથી પેટ્રોલ, ડીઝલ કે ગેસ ખરીદી શકો છો.
ખાસ વાત છે કે તમે એક મોબાઈળ નંબરથી એક વાર જ IOCL XTRAREWARDS પ્રોગ્રામ માટે રજિસ્ટર કરી શકો છો. ઓફરનો વધારે ફાયદો ઉઠાવવા માટે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી રજિસ્ટર કરી શકો છો. આ ઓફર ક્યાર સુધી છે તે અંગે જાણકારી મળી નથી.
PhonePe એપ પર ઓફરનો લાભ કેવી રીતે ઉઠાવો-
- ફોન પે એપ દ્વારા પ્રોફાઈલ પર જાઓ. - હવે All Payment Options પર ક્લિક કરો. - નીચે સ્ક્રોલ કરો અને IOCL XtraRewards, Link Now પર ક્લિક કરો. - રજિસ્ટર કરવા માટે નામ અને શહેરનો પિન કોડ નોંધાવો. - થોડી વાર પછી XTRAREWARDS એકાઉન્ટમાં 50 રૂપિયા આવી જશે. - હવે રિડીમ કરવા માટે કોઈ પણ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર જાઓ.
Paytm એક પર ઓફરનો લાભ કેવી રીતે ઉઠાવવો-
- Paytm એકના સર્ચ બારમાં IOCL ટાઈપ કરો અથવા Recharge & Bill Payments સેક્શનમાં જઈને Transit સબ સેક્શનમાં IOCL Rewards પર ક્લિક કરો. - હવે XtraRewards પ્રોગ્રામમાં એનરોલ કરવા માટે નામ, જન્મદિવસ અને શહેરનો પિનકોડ દાખલ કરો. - હવે તમારું ઈનીશિયલ વોલેટ બેલેન્સ 0 રૂપિયા હશે, પરંતુ 5-6 વાર રિફ્રેશ કરો અને તમને 50 રૂપિયા મફતમાં મળશે. - હવે રિડીમ કરવા માટે કોઈ પણ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર જાઓ.
- ગૂગલ પે ઓપન કરો. - નીચે સ્ક્રોલ કરો અને ઓફર્સ પર ક્લિક કરો. - પોપ્યુલર ઓફર્સની નીચે ઈન્ડિયન ઓઈલ પર ક્લિક કરો. - હવે XtraRewards પ્રોગ્રામમાં જોઈએ કરવા માટે નામ, જન્મદિવસ, જેન્ડર અને શહેરનો પિનકોડ દાખલ કરો. - હવે રિડીમ કરવા માટે કોઈ પણ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર જાઓ.
શું છે XTRAREWARDS
આ ઈન્ડિયન ઓઈલનો લોયલ્ટી પ્રોગ્રામ છે. તેના દ્વારા ગ્રાહક ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ સ્ટેશન પર ખરીદી પોઈન્ટ્સ મેળવી શકો છો. તેના દ્વારા તમે દર 75 રૂપિયાની ખરીદી પર 1 પોઈન્ટ મેળવી શકો છો. 100 પોઈન્ટને રીડિમ કરીને તમે 30 રૂપિયાનું બેલેન્સ મેળવી શકો છો અને તેને ફ્યૂલ ખરીદી માટે ઉપયોગ કરી શકો છો. આ લોયલ્ટી પ્રોગ્રામ વર્તમાનમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાર, બેંગલોર, કોયંબટૂર, મૈસૂર, પુણે અને સિકંદરાબાદમાં સક્રિય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર