Home /News /business /ગેસ-પેટ્રોલ ભરાવતી વખતે ન કરો આ કામ, લાગી શકે છે લાખોનો ચૂનો

ગેસ-પેટ્રોલ ભરાવતી વખતે ન કરો આ કામ, લાગી શકે છે લાખોનો ચૂનો

પ્રતિકાત્મક તસવીર

આઈઓસી તમામ લોકોને સાવધાન કરતા આ વેબસાઈટથી બચવાની સલાહ આપી રહી છે. જો તમે ફસાસો તો તેના માટે આઈઓસી જવાબદાર નહી હોય.

દેશમાં પેટ્રોલ-ડિઝલ અને રસોઈ ગેસ સિલિન્ડર વેચવાવાળી કંપની આઈઓસીએ ચેતાવણી આપી છે કે, પેટ્રોલ અને ડિઝલ તથા રસોઈ ગેસ માટે ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે ગ્રાહકોએ વેબસાઈટનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. છેલ્લા કેટલાક સમયથી આઈઓસી જેવી જ એક નકલી વેબસાઈટ ચાલી રહી છે. જેના દ્વારા લોકોની પર્સનલ ડિટેલ ચોરી થઈ રહી છે. એવામાં ગ્રાહકોના બેન્ક કાતા પર ખતરો વધી ગયો છે. આ સિવાય આ વેબસાઈટ દ્વારા લોકોને એલપીજી અને પેટ્રોલપંપ વેચવાના નામ પર છેતરવામાં આવી રહ્યા છે.

શું છે મામલો - આઈઓસીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લોકોને ચેતાવણી આપતા કહ્યું કે, કૃપયા સાવધાન રહો અને કોઈ પણ વેબસાઈટ અથવા વેબપૃષ્ઠ દ્વારા કરવામાં આવેલા દાવાને પ્રમાણિકતાને નો વ્યક્તિગત ડેટા આપતા પહેલા જરૂરી તપાસ કરી ખાતરી કરો. તમારી સુરક્ષા તમારા હાથમાં છે.

થઈ રહ્યું છે મોટું ફ્રોડ - આઈઓસીનું કહેવું છે કે, તેમના નામે એક ફ્રોડ વેબસાઈટ ચાલી રહી છે. તેનું નામ છે www.io-cldraw.com. આ વેબસાઈટના નામે લોકોને એપ્લીકેશન મોકલી એલપીજી ગેસ એજન્સી અને પેટ્રોલપંપ રિટેલ આઉટલેટ ખોલવાની ઓફર આપવામાં આવી રહી છે.



આઈઓસી તમામ લોકોને સાવધાન કરતા આ વેબસાઈટથી બચવાની સલાહ આપી રહી છે. જો તમે ફસાસો તો તેના માટે આઈઓસી જવાબદાર નહી હોય. તમારે કોઈ પણ જાણકારી માટે WWW.IOCL.COM પર વિઝિટ કરવું પડશે.
First published:

Tags: Diesel Price, Indian Oil Corporation, Iocl, Petrol