ન્યૂઝ18 ગુજરાતી: દેવામાં ડૂબેલી જેટ એરવેઝને હવે ઓઇલ મોર્કેટિંગ કંપની IOC (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન)એ ઝટકો આપ્યો છે. જેટ એરવેઝની બાકી ચુકવણીને લીધે IOCએ ફ્લાઇટ માટે એટીએફ ફ્યૂલનું સપ્લાઇ રોક્યું છે. એવિએશન એક્સપર્ટ્સ જણાવે છે કે, એટીએફ સપ્લાઇ રોકવાથી કંપનીની ફ્લાઇટ નહીં ઊડી શકે. કંપનીઓના કુલ ખર્ચમાં 40 ટકા ભાગ એટીએફનો હોય છે. આવામાં આવનારા દિવસોમાં કંપની માટે સમસ્યા ગંભીર બનશે.
વિમાનમાં જેટ ફ્યૂલ અથવા એવિએશન ટર્બાઇન ફ્યૂલ (એટીએફ)નો ઉપયોગ થાય છે. જેટ ફ્યૂલનો ઉપયોગ જેટ અને ટર્બો-પ્રોપ એન્જિનવાળા વિમાનને પાવર આપવા માટે કરાય છે. આ એક વિશેષ પ્રકારનું પેટ્રોલિયમ આધારિત ઇંધણ છે. ઓઇલ માર્કેટિંગ કંપની IOC, HPC અને BPCL આને ક્રૂડમાંથી રિફાઇન કરીને બનાવે છે.
જેટ એરવેઝ પર લગભગ 8,500 કરોડ રૂપિયાનું દેવું છે. બેંકોએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી યોગ્ય પ્લાન સામે નહીં આવે ત્યાં સુધી નાણાં નહીં મળે. જેટ એરવેઝમાં યુએઇની ઇતિહાદ એરલાઇન્સની 24 ટકા ભાગીદારી છે.
Indian Oil Corporation Ltd (IOCL) Spokesperson: Due to non-payment of outstanding Bills of Payment IOCL stopped fuel supply to Jet Airways across the nation. Yesterday also an hour's services was stopped. pic.twitter.com/CZ9LlCk8ul
કેટલા પ્રકારનું હોય છે એટીએફ- એટીએફ એક વિશેષ પ્રકારનું પેટ્રોલિયમ આધારિત ઇંધણ છે. કાચા તેલના શુદ્ધિકરણમાં તે ડિઝલ અને કેરોસીન સાથે વર્ગીકૃત છે. જેટ ઇંધણ ખરેખરમાં કેરોસીનની એક ઉચ્ચ શુદ્ધ શ્રેણી છે. જેટ એ-1 અને જેટ એ ટર્બાઇન સિવિલ કોમર્શિયલ એવિએશનમાં ઉપયોગમાં લેવામાં આવતાં ઇંચણના મુખ્ય બે પ્રકાર છે.
કેવી રીતે નક્કી થાય છે એટીએફની કિંમત- આંતરાષ્ટ્રીય સ્તરે એટીએફની કિંમત અને ક્રૂડ ઓઇલની કિંમતોના આધારે આની કિંમત નક્કી થાય છે. ઉપરાંત ડિમાન્ડ-સપ્લાય, કુદરતી આપત્તિઓ, મોનેટરી ઉતાર-ચડાવ, વ્યાજ દર અને અન્ય વસ્તુઓના આધારે કિંમત નક્કી કરાય છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર