સારા સમાચાર: Indian Oil ગ્રાહકો માટે લાવ્યું એક્સ્ટ્રા તેજ સિલિન્ડર, હવે 14% ગેસની થશે બચત, જાણો ખાસીયત

Indane એક્સ્ટ્રા તેજ સિલિન્ડર

આ સિલિન્ડરની મદદથી તમે 5% સુધી ફ્યૂઅલની બચત કરી શકો છો અને જમવાનું જલ્દી બનાવી શકો છો

  • Share this:
નવી દિલ્હી : ઈન્ડિયન ઑયલ તેમના ગ્રાહકો માટે ‘Indane એક્સ્ટ્રા તેજ સિલિન્ડર’ નામનો વિશેષ સિલિન્ડર લઈને આવ્યું છે. આ સિલિન્ડરની મદદથી તમે 5% સુધી ફ્યૂઅલની બચત કરી શકો છો અને જમવાનું જલ્દી બનાવી શકો છો. આ સિલિન્ડર આસમાની રંગનો હશે. કયા ગ્રાહક આ સિલિન્ડરનો ઉપયોગ કરી શકશે તે અહીંયા જણવવામાં આવ્યું છે.

ઈન્ડિયન ઑયલે જાણકારી આપી છે કે કોમર્શિયલ ગ્રાહકો આ સિલિન્ડરનો ઉપયોગ કરી શકશે. ઘરેલુ ગ્રાહક આ સિલિન્ડરનો ઉપયોગ નહીં કરી શકે. આ વિશેષ સિલિન્ડર અંગેની જાણકારી અહીં આપવામાં આવી છે.

Indian Oilએ કર્યું ટ્વિટ

ઈન્ડિયન ઑયલે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. ટ્વિટમાં જણાવ્યું છે કે ઈન્ડિયન ઑયલ તમારા માટે #Indane XtraTej અધિક કુશળ કોમર્શિયલ LPG લાવ્યું છે. જેના ઉપયોગથી ગેસમાં 5% સુધીની બચત કરી શકાય છે તથા જમવાનું જલ્દી બનાવી શકાય છે. અધિક જાણકારી માટે https://bit.ly/3goTOAp વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચોવેક્સીન લીધા બાદ પણ શા માટે થાય છે Corona? ભારત બાયોટેકના ચેરમેને આપી જાણકારી

સિલિન્ડરના ફાયદા

· આ સિલિન્ડરની ફ્લેમ ખૂબ જ તેજ હોય છે.

· આ સિલિન્ડર તેજ પ્રેશરથી ગેસ છોડે છે.

· આ સિલિન્ડરના ઉપયોગથી 5% સુધીની એલપીજીની બચત કરી શકાય છે.

· આ સિલિન્ડર પર ખૂબ જ ઓછા સમયમાં ભોજન બનાવી શકાય છે.

· સામાન્ય સિલિન્ડરની તુલનામાં આ સિલિન્ડર 14% સુધીનો સમય બચાવી શકાય છે.

· આ સિલિન્ડરમાં પ્રેશર વધારે હોવાથી ઘરેલુ ઉપયોગ ન કરી શકાય.

આ પણ વાંચોસાવધાન! ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા જાણીલો તેનું ખતરનાક પરિણામ - અભ્યાસ

સિલિન્ડરનું વજન

આ સિલિન્ડર કોમર્શિયલ ગ્રાહકોને 19 કિલો, 47.5 કિલો અને 425 કિલોની કેપેસિટીમાં મળી શકે છે. આ વિશેષ સિલિન્ડર કોમર્શિયલ ગ્રાહકો માટે છે.

આ સિલિન્ડર ક્યાં મળી શકે છે?

તમે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી આ સિલિન્ડર ખરીદી શકો છો. ઈન્ડિયન ઑયલની અધિકૃત વેબસાઈટ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે. એક્સ્ટ્રા તેજ સિલિન્ડરને સમગ્ર દેશમાં વેચવામાં આવશે અને કેટલાક શહેરોમાં ઉપલબ્ધ છે. જેને Indaneના ગ્રાહક ખરીદી શકે છે.
First published: