Home /News /business /

Stock Market: આ અઠવાડિયે બજારમાં જોવા મળી 4% તેજી, 60 Small Cap Stocks 10-25% ઉછળ્યા; જાણો કેવી રહેશે બજારની ચાલ?

Stock Market: આ અઠવાડિયે બજારમાં જોવા મળી 4% તેજી, 60 Small Cap Stocks 10-25% ઉછળ્યા; જાણો કેવી રહેશે બજારની ચાલ?

ભારતીય શેર બજાર

Stock Market Next Week: આ અઠવાડિયે BSE 500 ઇનેડેક્સમાં 3.4 ટકાની તેજી જોવા મળી છે. જેમાં 25 શેરમાં 10-25 ટકા તેજી જોવા મળી છે. જેમાં એન્જલ વન, રુચી સોયા ઇન્ડસ્ટ્રીઝ, ભારત ડાયનામિક્સ, Tata Teleservices (Maharashtra), Brightcom Group અને Brigade Enterprises સામેલ છે.

વધુ જુઓ ...
    મુંબઇ: ભારતીય શેર બજારે (Indian stock market) 17 માર્ચના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે ચાર ટકાની તેજી સાથે રેલીને આગળ ધપાવી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ (Foreign institutional investors- FIIs) 10 અઠવાડિયા બાદ ખરીદદારો બન્યા છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ (Russia Ukraine conflict) ઓછો થતાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો આવ્યો છે. આ અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ (Sensex) 2,313.63 પોઇન્ટ એટલે કે 4.16 ટકા વધીને 57,863.93 પર બંધ થયો છે. નિફ્ટી-50 (Nifty-50) આ અઠવાડિયે 656.6 પોઇન્ટ એટલે કે 3.94 ટકા વધીને 17,287.05 પર બંધ રહ્યો હતો.

    નિફ્ટી ઑટો અને બેન્ક ઇન્ડેક્સમાં પાંચ પાંચ ટકાનો વધારો થયો છે. રિયલ્ટી ઇન્ડેક્સ 4.7 ટકા વધ્યો હતો. આ સાથે જ તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ રહ્યા હતા. બ્રૉડર ઇન્ડેક્સિસની વાત કરીએ તો બીએસઈ મિડ કેપ અને સ્મૉલ કેપમાં બે બે ટકાનો વધારો થયો છે. જ્યારે લાર્જ કેપ ઇન્ડેક્સમાં ચાર ટકાનો વધારો થયો છે.

    FII Vs DII


    વિદેશી સંસ્થાગત રોકાણકારોએ આ અઠવાડિયે 1,685.87 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જેની સામે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ (domestic institutional investors- DIIs) 1,290.97 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. માર્ચ મહિનામાં અત્યારસુધી FIIs તરફથી 41,617.18 કરોડ રૂપિયાની વેચવાલી અને DIIs તરફથી 31,620.02 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરવામાં આવી છે.

    Kotak Securities ના શ્રીકાંત ચૌહાણે કહ્યુ કે, "ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો, અનુકૂળ આરબીઆઈ નીતિ, ભારતીય ઇક્વિટી બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની વાપસી અને આશા સાથે આ અઠવાડિયે બજાર મજબૂત રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવાથી પણ બજારમાં તેજી આવી છે." સ્મૉલ કેપ સ્ટૉક્સમાં આ અઠવાડિયે 10થી 25 ટકા તેજી જોવા મળી છે. તેજી આવી હોય તેવા શેર્સની સંખ્યા 60 છે.

    BSE 500 index


    આ અઠવાડિયે BSE 500 ઇનેડેક્સમાં 3.4 ટકાની તેજી જોવા મળી છે. જેમાં 25 શેરમાં 10-25 ટકા તેજી જોવા મળી છે. જેમાં એન્જલ વન, રુચી સોયા ઇન્ડસ્ટ્રીઝ, ભારત ડાયનામિક્સ, Tata Teleservices (Maharashtra), Brightcom Group અને Brigade Enterprises સામેલ છે.

    આ પણ વાંચો: છેલ્લા ત્રણ વર્ષમાં આ આઠ શેર દર વર્ષે 50% વધ્યા

    કેવી રહેશે નિફ્ટીની ચાલ


    Mehta Equities ના પ્રશાંત તાપસેએ કહ્યુ કે, દલાલ સ્ટ્રીટ પર હોળી શુભ રહી છે. બેન્ચમાર્ક નિફ્ટીમાં મજબૂત તેજી સાથે મહત્ત્વપૂર્ણ વાત એ રહી કે તે 17,500 પોઇન્ટના જાદુઈ સ્તરને સ્પર્શવા માટે દોડતો રહ્યો. ટેક્નિકલ લેન્ડસ્કેપ બુલિશ છે. આ આશાવાદી વલણ તેને સરળતાથી 17,500ના જુદાઈ સ્તર સુધી લઈ જશે. જે બાદમાં 18,000ના આક્રમક સ્તર સુધી લઈ જશે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર ઉછળ્યો

    Religare Broking ના અજીત મિશ્રાનું કહેવું છે કે તાજેતરની તેજીએ ચોક્કસ દબાણને ઓછું કર્યું છે. જોકે, ચીનમાં કોવિડ-19ના કેસમાં થઈ રહેલો વધારો અને ભૂ-રાજનીતિક દમાણને લઈને ચિંતા બનેલી રહી શકે છે. ઇન્ડેક્સની વાત કરીએ તો 17,350થી ઉપર રહેવાથી 17,500-17,700ના ઝોનનો રસ્તો ખુલી ગયો છે. કોઈ પણ ઘટાડામાં16,800-17,000નો ઝોન કુશળ કામ કરશે. રોકાણકારોએ ગ્રોથ કરી રહેલા શેર્સ અને સેક્ટર્સ પર નજર રાખવી જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, NSE, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन