Home /News /business /Share Market Update: સેન્સેક્સમાં 1,000થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટી 16,300 નજીક, તમામ સેક્ટર્સ લાલ નિશાન પર

Share Market Update: સેન્સેક્સમાં 1,000થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટી 16,300 નજીક, તમામ સેક્ટર્સ લાલ નિશાન પર

સેન્સેક્સમાં કડાકો

Stock market today: ગુરુવારે દિવસના અંતે સેન્સેક્સ 32.30 પોઇન્ટ એટલે કે 0.06 ટકા વધીને 55,702.23ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 5.05 પોઇન્ટ એટલે કે 0.03 ટકાના વધારા સાથે 16,682.65ના સ્તર પર બંધ રહ્યો હતો.

    નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં કડાકાની અસરને પગલે આજે ભારતીય શેર બજારમાં પણ કડાકો (Indian market crash) બોલી ગયો હતો. આજે સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો (Sensex slips 800 points) બોલી ગયો હતો. બજારની શરૂઆત ખૂબ જ કમજોર રહી હતી. નિફ્ટી-50 (Nifty 50) 16,500 નીચે ખુલ્યો હતો. સવારે 9:16 વાગ્યે સેન્સેક્સ (Sensex opening) 736.18 પોઇન્ટ્સ એટલે કે 1.32 ટકા તૂટીને 54,966.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 231 પોઇન્ટ એટલે કે 1.38 ટકા તૂટીને 16,451.70 પોઇન્ટ નીચે સરકી ગયો હતો.

    11 વાગ્યાની સ્થિતિ:


    સવારે 11 વાગ્યે નિફ્ટી-50 322.30 પોઇન્ટ્સ ઘટીને 16360.35 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ 1049.79 પોઇન્ટ્સ તૂટીને 54652.44ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

    પેટ્રોલ-ડીઝલ કિંમત (Petrol Diesel price)


    આજે સતત 30મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહી છે. આજે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો-ઘટાડો નથી કર્યો. છેલ્લે કંપનીએ છઠ્ઠી એપ્રિલના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત વધારી હતી. ત્યારથી લઈને અત્યારસુધી કિંમતો સ્થિર રહી છે.

    પાંચ બેંકોએ એફડી દરોમાં વધારો કર્યો


    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)એ બુધવારે ચોથી મેના રોજ રેપો રેટ (Repo Rate)માં વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદથી અત્યારસુધી ઓછામાં ઓછી પાંચ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ બેંકોમાં બંધન બેંક (Bandhan Bank), કોટક મહિન્દ્રા બેંક, જના સ્મૉલ ફાઇનાન્સ બેંક, બેંક ઑફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંક સામેલ છે. બેંકમાં એફડી કરવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે આ સારા સમાચાર છે.

    આ પણ વાંચો: આજે (6 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી, જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય

    ડૉલર Vs રૂપિયો


    ડૉલરની સરખામણીમાં રૂપિયાની શરૂઆત નબળી રહી હતી. ડૉલરની સરખામણીમાં રૂપિયો આજે 36 પૈસા તૂટીને ખુલ્યો હતો. રૂપિયો 76.26ની સરખામણીમાં 76.62 પર ખુલ્યો હતો.

    ગઈકાલે બજાર


    ગુરુવારે દિવસના અંતે સેન્સેક્સ 32.30 પોઇન્ટ એટલે કે 0.06 ટકા વધીને 55,702.23ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 5.05 પોઇન્ટ એટલે કે 0.03 ટકાના વધારા સાથે 16,682.65ના સ્તર પર બંધ રહ્યો હતો.

    બીજા દિવસે 100% ભરાયો એલઆઈસીનો આઈપીઓ


    એલઆઈસીના આઈપીઓ (LIC IPO)માં બીડ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. બીજા દિવસે એટલે કે પાંચમી મેના રોજ દિવસના અંતે એલઆસીનો આઈપીઓ સંપૂર્ણ (LIC IPO fully subscribed) ભરાઈ ગયો છે. એલઆઈસીનો આઈપીઓ ચોથી મેના રોજ ખુલ્યો હતો. રિટેલ રોકાણકારો નવમી મે સુધી આઈપીઓમાં બોલી લગાવી શકશે. પ્રથમ દિવસે આઈપીઓ 67 ટકા ભરાયો હતો. એલઆઈસીના આઈપીઓની રિટેલ રોકાણકારો (Retail investors) ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા.

    આ પણ વાંચો: રેપો રેટ વધતા આ પાંચ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ રેટ્સમાં કર્યો વધારો

    100% ભરાયો આઈપીઓ


    ગુરુવારે સાંજે છ વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો 3.01 ગણો ભરાયો છે. રિટેલ માટે અનામત હિસ્સો 90 ટકા ભરાયો છે. QIB માટે અનામત હિસ્સો 40 ટકા ભરાયો છે. NII માટે અનામત હિસ્સો 45 ટકા ભરાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन