Home /News /business /સ્થાનિક વપરાશ સાથે જોડાયેલા આ શેર પર આપો ધ્યાન, સારી માંગને કારણે સેક્ટરમાં તેજીની શક્યતાઃ મિહિર વોહરા

સ્થાનિક વપરાશ સાથે જોડાયેલા આ શેર પર આપો ધ્યાન, સારી માંગને કારણે સેક્ટરમાં તેજીની શક્યતાઃ મિહિર વોહરા

Stock Market: મેક્સ લાઈફ ઈન્શ્યોરેન્સના મિહિર વોહરાનું માનવુ છે કે, જો વૈશ્વિક બજારમાં થોડો પણ સપોર્ટ મળે છે, તો ભારતીય બજારમાં નવી ઉંચાઈઓ સર કરતું જોવા મળી શકે છે.

Stock Market: મેક્સ લાઈફ ઈન્શ્યોરેન્સના મિહિર વોહરાનું માનવુ છે કે, જો વૈશ્વિક બજારમાં થોડો પણ સપોર્ટ મળે છે, તો ભારતીય બજારમાં નવી ઉંચાઈઓ સર કરતું જોવા મળી શકે છે.

    નવી દિલ્હીઃ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના મિહિર વોહરાનું માનવુ છે કે, જો વૈશ્વિક બજારમાં થોડો પણ સપોર્ટ મળે છે, તો ભારતીય બજારમાં નવી ઉંચાઈઓ સર કરતું જોવા મળી શકે છે. CNBC-TV18 સાથે વાતચીત કરતા મિહિર વોહરાએ જણાવ્યુ કે, કંપનીઓની મજબૂત કમાણી અને સારા પરિણામો અને મજબૂત ફન્ડામેન્ટલ્સથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. એવામાં જો વૈશ્વિક સ્થિતિઓ અનુકૂળ થઈ જાય તો, ભારતીય બજાર નવી ઊંચાઈઓ સ્પર્શી શકે છે.

    ક્યા સેક્ટર અને થીમ્સ લીડ કરશે


    આગામી રેલીમાં ક્યા સેક્ટર અને થીમ લીડરશીપ કરતા જોવા મળી શઆકે છે? આ સવાલનો જવાબ આપતા મિહિર વોહરાએ કહ્યુ કે, તેઓ ગત કેટલાક સમયમાં સ્થાનિક અર્થતંત્રથી જોડાયેલા શેરોમાં બુલિશ છે. આમાં પણ શહેરી વપરાશ સંબંધિત શેર તેમને વધુ સારા દેખાઈ રહ્યા છે. તેમનું માનવું છે કે, દેશના ગ્રામીણ ક્ષેત્રોની સરખામણીએ શહેરી ક્ષેત્રોમાં વપરાશ દર મજબૂત દેખાઈ રહ્યો છે. એવામાં શહેરી વપરાશથી જોડાયેલા શેરો પર નજર રાખવી જોઈએ.

    આ પણ વાંચોઃ RBI ગવર્નરે કરી મોટી જાહેરાત, આ મહિને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે ડિજિટલ રૂપિયાની સુવિધા

    સ્થાનિક વપરાશ સાથે જોડાયેલા શેરો પર નજર રાખો


    મિહિર વોહરાનું કહેવું છે કે, સ્થાનિક વપરાશ સાથે જોડાયેલા શેરો પર આપણે ધ્યાન રાખવું જોઈએ. આમાં ફાઈનાન્સિયલ વસ્તુઓ, હોટલ, ઓટોમોબાઈલ, અને ઈપીસી સાથે જોડાયેલા શેર સામેલ છે. સારી માંગને કારણે આ સેક્ટરમાં વધુ તેજી આવી શકે છે. જો વ્યાજ દરોમાં વધારો અટકે છે તો રિયલ એસ્ટેટમાં જોશ આવી શકે છે.

    લાઈફ ટાઈમ હાઈની નજીક બેન્કિંગ ઈન્ડેક્સ


    હજુ સુધી ઘણી સારી તેજી બતાવી ચૂકેલા બેકિંગ સ્ટોક્સ પર વાત કરતા મિહિર વોહરા કહે છે કે, બેન્કિંગ ઈન્ડેક્સ આ સમયે તેના ઓલ ટાઈમ હાઈની નજીક છે. પરંતુ વેલ્યુએશનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે હજુ પણ પ્રી કોવિડ સ્તરની નીચે છીએ. તેમણે આગળ કહ્યુ કે, ફાઈનાન્સિયલ સેક્ટર આગામી બે ક્વાટર માટે ‘goldilocks’ની સ્થિતિમાં છે, જેમાં તેમના એસેટની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લાઈબિલિટી અને જમા દર પણ વધી રહ્યા છે. પરંતુ તેમાં તેટલી ઝડપથી વધારો જેવા નથી મળી રહ્યો.

    આ પણ વાંચોઃ આવી રહેલ ડિજિટલ રૂપિયો તમારી રાશિને કેટલો લાભ કરશે? જ્યોતિષાચાર્યે કરી મહત્વની વાત

    આ વાતચીતાં મિહિર વોહરાએ આગળ કહ્યુ કે, પીએલઆઈ યોજના જેવી સરકારી યોજનાને કારણે કેપેક્સમાં તેજી જોવા મળી શકે છે. તેમણે એ પણ કહ્યુ કે, દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા ફુગાવાના પડકારોનો સામનો કરી રહી છે. આ આ પડકારોનો સામનો કરવા માટે સરકારના સપોર્ટની જરૂર છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन