Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ હોટલ સ્ટોક બ્રેકઆઉટની નજીક, શું તમારી પાસે છે?
Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ હોટલ સ્ટોક બ્રેકઆઉટની નજીક, શું તમારી પાસે છે?
રાકેશ ઝુનઝુનવાલા
Indian Hotels Stock: હેમ સિક્યુરિટીના આસ્થા જૈન (Astha Jain) અનુસાર સ્ટોકના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે. જેના કારણે ભવિષ્યમાં પણ રેલી યથાવત રહેશે. નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો ખૂબ સારા રહ્યા છે.
મુંબઇ. Rakesh Jhunjhunwala Portfolio: બિગ બુલના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ ઈન્ડિયન હોટેલ્સ (Indian Hotels)ના શેરમાં 2022ની શરૂઆતથી જ મજબૂત તેજી જોવા મળી રહી છે. આ વર્ષે શેરોએ તેના શેર ધારકોને લગભગ 19 ટકા રિટર્ન (Return) આપ્યું છે. જ્યારે છેલ્લા 1 મહિનામાં આ શેરે 9 ટકા રિટર્ન આપ્યું છે. શેર બજાર (Indian stock market)ના નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીની નાણાંકીય સ્થિતિ ઘણી મજબૂત છે. આ સાથે કંપની એક મોટી વિસ્તરણ યોજના પર કામ કરી રહી છે. આ જોતાં આ સ્ટૉકને લઈને માર્કેટ સેન્ટિમેન્ટમાં તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ શેરમાં રૂ. 200ની આસપાસ મજબૂત સપોર્ટ છે. 225 રૂપિયાની આસપાસ આ સ્ટૉકમાં નવું બ્રેકઆઉટ (breakout) જોવા મળી શકે છે.
હેમ સિક્યુરિટીના આસ્થા જૈન (Astha Jain) અનુસાર સ્ટોકના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે. જેના કારણે ભવિષ્યમાં પણ રેલી યથાવત રહેશે. નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો ખૂબ સારા રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કમાણી અને નફામાં 90 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપની કેલેન્ડર વર્ષ 2022માં દર મહિને 1થી વધુ હોટેલ ખોલવાના લક્ષ્ય સાથે મજબૂત વિસ્તરણ યોજના પર કામ કરી રહી છે.
શેરમાં ઉછાળાની સંભાવના
આસ્થા જૈન કહે છે કે આ સ્ટૉક માટે રૂ. 225-230ની રેન્જમાં રેજીસ્ટન્સ છે. જો આ અવરોધ તૂટી જશે તો શેરમાં મજબૂત તેજી જોવા મળશે. જો આ અવરોધ દૂર થાય તો સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળશે.
બોનાન્ઝા પોર્ટફોલિયો (Bonanza Portfolio) ના રોહિત સિંઘરે કહે છે કે રૂ. 200 પર આ સ્ટૉકને મજબૂત સપોર્ટ છે, જ્યારે રૂ. 225ના સ્તરે રેજીસ્ટન્સ દેખાઈ રહ્યો છે, જેથી આ સ્ટોક અપટ્રેન્ડમાં રહે છે. આવી સ્થિતિમાં કે જો ક્લોઝિંગ ધોરણે રૂ. 225નું લેવલ તૂટશે તો તેમાં નવું બ્રેકઆઉટ જોવા મળશે. આ પછી ટૂંકા ગાળામાં આ સ્ટોક રૂ. 270 સુધી જોવા મળશે.
ઑક્ટોબર-ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળા માટે ઈન્ડિયન હોટેલ્સની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા બંને આ સ્ટોકમાં હોલ્ડિંગ ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલાની કંપનીમાં હોલ્ડિંગ 1,42,79,200 શેર એટલે કે 1.085 ટકા છે. જ્યારે રેખા ઝુનઝુનવાલાની હોલ્ડિંગ 1,42,87,765 શેર એટલે કે 1.08 ટકા છે.
આજે 2:40 વાગ્યે ઇન્ડિન હોટેલ્સનો શેર 4.82 ટકા એટલે કે 10.55 રૂપિયા વધીને 229.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરની 52 અઠવાડિયાની હાઈ સપાટી 235.80 રૂપિયા છે. શેરની 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી 90.91 રૂપિયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર