Home /News /business /

Rakesh Jhunjhunwala: આ હોટેલ શેર નવી ઊંચાઈએ પહોંચ્યો, બિગબુલ ઝુનઝુનવાલા ધરાવે છે 1.11 ટકા હિસ્સો

Rakesh Jhunjhunwala: આ હોટેલ શેર નવી ઊંચાઈએ પહોંચ્યો, બિગબુલ ઝુનઝુનવાલા ધરાવે છે 1.11 ટકા હિસ્સો

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala: શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાના (Rakesh Jhunjhunwala) આ શેરમાં પ્રતિ શેર લેવલ રૂ. 230 પર બ્રેકઆઉટ આપ્યા બાદ તેજી જોવા મળી છે અને ઇન્ડિયન હોટેલ્સના શેરે હાલમાં ચાર્ટ પેટર્ન પર 'હાયર હાઇ ફોર્મેશન' (higher high formation) બનાવી રહ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સોમવારે નવી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL Stocks)ના શેરની કિંમત (Stock Price) આજે નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. બીજા સત્રમાં પોતાની તેજીને જાળવી રાખી ઇન્ડિયન હોટેલના શેરની (Indian Hotel Stock Price) કિંમત આજે શેર દીઠ રૂ. 2ની નજીકના ગેપ સાથે ખુલી અને રૂ. 268.95ની નવી લાઇફટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો, જે તેના અગાઉના રૂ. 265.50 પ્રતિ શેર સ્તરને વટાવી ગયો હતો. શેરબજારના નિષ્ણાતોના મતે આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) તેની તેજી જાળવી રાખી શકે છે, કારણ કે ફંડામેન્ટલ્સ અને ટેક્નિકલ બંને આગામી સત્રોમાં મજબૂત અપસાઇડનો સંકેત આપે છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાના (Rakesh Jhunjhunwala) આ શેરમાં પ્રતિ શેર લેવલ રૂ. 230 પર બ્રેકઆઉટ આપ્યા બાદ તેજી જોવા મળી છે અને ઇન્ડિયન હોટેલ્સના શેરે હાલમાં ચાર્ટ પેટર્ન પર 'હાયર હાઇ ફોર્મેશન' (higher high formation) બનાવી રહ્યો છે, જેનો અર્થ છે કે શેરમાં તેજી યથાવત રહેશે. તેઓએ જણાવ્યું હતું કે, અનલૉક થીમના પગલે હોટેલ શેરો (Hotel Stocks) મુખ્ય બેન્ચમાર્ક વળતરને પાછળ રાખી શકે છે અને સ્ટોકમાં કોઈપણ ઘટાડાને ખરીદીની તક તરીકે જોવી જોઈએ.

વિશ્લેષકોનો અભિપ્રાય


ઈન્ડિયન હોટેલના શેરના ભાવમાં તેજીના કારણ અંગે જણાવતા, પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, "અનલોક થીમને કારણે IHCL શેરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 2021ની તાજેતરની માર્કેટ રેલીમાં હોટેલ સ્ટોક્સ નાન-પાર્ટિસિપેન્ટ રહ્યા છે. જોકે, સમગ્ર દેશમાં કોવિડ-19 પ્રતિબંધોમાં રાહત, લગ્નની સિઝન અને ભારતમાં અગ્રણી ભારતીય હોટેલોની સારી બુકિંગની સ્થિતિના કારણે બજાર આગામી ક્વાર્ટરમાં મજબૂત ત્રિમાસિક આંકડો જાળવી શકે છે. તેથી જ નબળા Q4 પરિણામો હોવા છતાં ભારતીય હોટેલ શેરની કિંમત નવી ઊંચાઈએ પહોંચી રહી છે."

ગોરક્ષકરે જણાવ્યું હતું કે, વર્તમાન IPL 2022 સિઝને પણ હોટેલ બિઝનેસની તરફેણમાં કામ કર્યું છે, કારણ કે વિવિધ દેશોમાંથી રમતગમતના શોખીનો મોટી સંખ્યામાં IPL મેચ જોવા માટે ભારતમાં આવે છે.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં આજે પણ કડાકો, 5,553 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

સુમિત બગડિયાનો અભિપ્રાય


ઈન્ડિયન હોટેલ શેર ચાર્ટ શું સંકેત આપે છે તેના પર ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, "આ હોસ્પિટાલિટી સ્ટોકે તાજેતરમાં રૂ. 230ના દરેક સ્તરે બ્રેકઆઉટ આપ્યું છે અને તેણે ચાર્ટ પર હાયર હાઇ ફોર્મેશન બનાવ્યું છે. જે કાઉન્ટરમાં વધુ અપસાઇડનો સંકેત આપે છે. ઈન્ડિયન હોટેલના શેરને રૂ. 230થી રૂ. 240ના સ્તરે મજબૂત સપોર્ટ છે. જ્યારે તે રૂ. 280 પર રેઝીસ્ટેન્સનો સામનો કરી રહ્યો છે. જેને દૂર કરવા પર નજીકના ગાળામાં સ્ટોક રૂ. 300ના સ્તરે જઈ શકે છે."

ઇન્ડિયન હોટેલ્સ શેર પ્રાઇઝ


2021માં ઇન્ડિયન હોટેલના શેર એક મલ્ટીબેગર રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં તે લગભગ રૂ.105થી રૂ.265ના સ્તરે ઉછળ્યો છે. આ સમયગાળામાં લગભગ 150 ટકાનો ઉછાળો આવ્યો છે. YTD સમયમાં આ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સ્ટોક રૂ.184થી વધીને રૂ. 265 પ્રતિ સ્તરે પહોંચ્યો છે, જે 2022માં લગભગ 45 ટકા વધ્યો છે.

આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓ માટે રોકાણકારોએ ધડાધડ કરી બીડ

કંપનીમાં બિગબુલ ઝુનઝુનવાલાનો હિસ્સો


બિગ બુલ અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)એ ટાટા જૂથની આ હોટલમાં રોકાણ કર્યું છે. Q4FY22 માટે IHCLની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા કંપનીમાં 1,57,29,200 IHCL શેર અથવા 1.11 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા કંપનીમાં 1,42,87,765 IHCL અથવા 101 ટકા શેર ધરાવે છે.
First published:

Tags: Investment, Multibagger Stock, Rakesh jhunjhunwala, Stock tips

આગામી સમાચાર