નવી દિલ્હી: રિલાયન્સ જિયોના લીધે ભારત આજે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ઇન્ટરનેટ યુઝર બેઝ ધરાવતું બની ગયું છે. ભારતનો ઇન્ટરનેટ યુઝર બેઝ વિશ્વમાં કુલ ઇન્ટરનેટ વપરાશકારોનો ૧૨ ટકા હિસ્સો ધરાવે છે, એમ ૨૦૧૯ના ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ પરના મેરી મીકર રિપોર્ટમાં જણાવાયું હતું.
જિયો અમેરિકાની બહાર સૌથી વધુ ઇનોવેટિવ ઇન્ટરનેટ કંપનીઓમાં એક છે, એમ તેણે ઉમેર્યું હતું. ૩.૮ અબજ ઇન્ટરનેટ યુઝર્સ સાથે વિશ્વની અડધી વસતી આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. તેમા ચીનનો હિસ્સો સૌથી વધારે છે. ચીન વિશ્વમાં કુલ ઇન્ટરનેટ યુઝર બેઝમાં ૨૧ ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા વિશ્વના કુલ ઇન્ટરનેટ યુઝર્સમાં ૮ ટકાનો હિસ્સો ધરાવે છે.
વૈશ્વિક ઇન્ટરનેટ યુઝરની વૃદ્ધિ મજબૂત છે, પરંતુ તે ધીમી પડી ગઈ છે. આ વૃદ્ધિદર ૨૦૧૮માં છ ટકા હતો, જે અગાઉના વર્ષના સાત ટકાથી ઘટાડો દર્શાવે છે. રિલાયન્સ જિયો ૩૦.૭ કરોડ મોબાઇલ ફોન સર્વિસ સબસ્ક્રાઇબર્સ સાથે ઇ-કોમર્સને ઓફલાઇન એક્સેસ પણ વિસ્તારી રહ્યું હોવાનો પણ અહેવાલ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું કહેવું છે કે અમે હાઇબ્રિડ, ઓનલાઇન-ટુ-ઓફલાઇન કોમર્સ પ્લેટફ્રમ રચી રહ્યા છીએ અને આ માટે રિલાયન્સ રિટેલ માર્કેટપ્લેસની સાથે જિયોની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસિસને જોડી રહ્યા છીએ. આ પ્લેટફોર્મના લીધે રિલાયન્સ રિટેલ સ્ટોર્સના ૩૫ કરોડ કસ્ટમર ફૂટફોલ જોવાશે, તેની સાથે જિયોની ૩૦ કરોડ ગ્રાહકોને કનેક્ટિવિટી સંકળાશે અને સમગ્ર ભારતના ત્રણ કરોડનાના વેપારીઓને લાસ્ટ-માઇલ ફિઝિકલ માર્કેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.
જિયોના મફત વોઇસ કોલ અને સસ્તા ડેટા પ્લાન્સના લીધે તેને છેલ્લા એક વર્ષમાં ડેટા યુસેજમાં અઢી ગણો વધારો કરવામાં મદદ મળી છે. અહેવાલમાં દર્શાવાયુ છે કે ભારતમાં ઇન્ટરનેટ રેગ્યુલેશનના મોરચે સ્થિતિ સુધરી રહી છે. ભારતમાં વૈવિધ્યસભર રેગ્યુલેટરી બોડીઝની સાથે ઘણા પાસે એક્સેસને નિયંત્રિત કરવાની સત્તા પણ છે. કન્ટેન્ટ રેગ્યુલેશન અંગે તેણે જણાવ્યું હું કે ભારતમાં ઘણી વખત થોડા સ્પીચ પ્રોટેક્શન સાથે સીધા જાહેર સૂચન વગર વારંવાર કન્ટેન્ટ ફિલ્ટરિંગ થાય છે. આ સિવાય થોડી સેન્સરશિપ છે, જેના દ્વારા અપમાન કરતા કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે, એમ તેણે જણાવ્યું હતું.
રિલાયન્સે જાહેરાત કરી હતી કે તે હાઇબ્રિડ ઓનલાઇન-ઓફલાઇન મોડેલ સાથે ૨૦૧૮માં ઇ-કોમર્સ સેગમેન્ટમાં પ્રવેશે છે અને તેણે તેથી ગ્રામીણ કન્ઝ્યુમર ફોકસ સ્ટાર્ટઅપ્સ જેવા કે લોજિસ્ટિક્સ પ્લેયર ગ્રેબ, સોફ્ટવેર ફર્મ સી-સ્કવેર, વર્નાક્યુલર લેન્ગવેજ-એઝ-અ-સર્વિસ પ્લેટફોર્મ રેવરી લેન્ગ્વેજ ટેક્નોલોજીસ, સરકારી યોજનાઓ તેમજ સર્વિસિસ એગ્રીગેટર ઇઝીગવર્નમેન્ટ અને મલ્ટિફિઝિક્સ સિમ્યુલેશન સર્વિસિસ સાંખ્યસુત્ર લેબ્સનું એક્વિઝિશન કર્યું છે.
અહેવાલ મુજબ જિયો નેટવર્કનો વાર્ષિક ડેટા વપરાશ ૨૦૧૮માં ૧૭-૧૮ એક્સાઇટ્સ (૧૭-૧૮ અબજ જીબી) હતો, જે ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષના નવ એક્સબાઇટ્સ ડેટા વપરાશ કરતાં બમણો ડેટા વપરાશ દર્શાવે છે. વધુમાં રિલાયન્સ ઓફલાઇન રિટેલ સ્ટોર્સની સંખ્યા ૧૧,૦૦૦ હતી.
કંપની ૫,૦૦૦ શહેરો અને ટાઉન્સમાં આવેલા ૫,૧૦૦થી વધુ જિયો પોઇન્ટ સ્ટોર્સનું ઇ-કોમર્સ વેન્ચર માટે ડિલિવરી અને કલેક્શન પોઇન્ટ તરીકે ઉપયોગ કરવાનું આયોજન પણ ધરાવે છે. આની સાથે કંપની ભારતની ૯૫ ટકા વસતી સુધી તેની પહોંચ વિસ્તારવાનું આયોજન ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર