LIC IPO: કેન્દ્ર સરકાર મે મહિનાના મધ્યમાં તેની સૌથી મોટી વીમા કંપનીનો મેગા IPO લાવવાનું વિચારી રહી છે. સરકારને આશા છે કે ત્યાં સુધીમાં યુક્રેન પર રશિયાના હુમલા (Russia Ukraine war)થી બજારમાં અસ્થિરતા શાંત થઈ જશે. બ્લૂમબર્ગે મામલાની જાણકારી ધરાવતા સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમો અનુસાર IPO માટે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પ (Life Insurance Corp) દ્વારા પ્રકાશિત કરાયેલ એમ્બેડેડ વેલ્યુ મે સુધી માન્ય રહેશે. તેમણે કહ્યું કે વધુ વિલંબના કિસ્સામાં, એલઆઈસીના એમ્બેડેડ મૂલ્યની ફરીથી ગણતરી કરવી પડશે. વીમા કંપનીઓ એમ્બેડેડ મૂલ્યના આધારે મૂલ્યાંકન કરે છે.
રશિયા-યુક્રેન યુદ્ધે સેન્ટીમેન્ટ બગાડ્યું
આ IPO માર્ચના અંત સુધીમાં લોન્ચ થવાનો હતો. વધતી જતી બજેટ ખાધને ફાઇનાન્સ કરવા માટે સરકારી સંપત્તિઓ વેચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની યોજનાનો તે મુખ્ય ભાગ છે. આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત થયેલા બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ રશિા-યુક્રેન યુદ્ધને કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું, જેના કારણે દેશના સૌથી મોટા IPOને આગામી નાણાકીય વર્ષ સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.
ફેબ્રુઆરીમાં માર્કેટ વોલેટિલિટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર વધારો થયો છે
અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે બજારની વોલેટિલિટી ઇન્ડેક્સ 15ની આસપાસ સરકારના IPOના લોન્ચ માટે આરામદાયક સ્તર હશે. સોમવારે NSE વોલેટિલિટી ઇન્ડેક્સ 26 પર હતો જે ગયા વર્ષની સરેરાશ 17.9 કરતાં ઘણો વધારે હતો. આ નાણાકીય વર્ષમાં 24 ફેબ્રુઆરીના રોજ તે 31.98ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સરકારે વીમા કંપનીમાં 5 ટકા હિસ્સો વેચીને લગભગ રૂ. 65,400 કરોડ એકત્ર કરવાના હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2020માં સૌપ્રથમ IPO યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ મહામારીને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર