નવી દિલ્હી : ચીનની 59 એપ્સ (Apps Ban) પ્રતિબંધ મૂક્યા બાદ સરકાર વધારે 20 એપની ડેટા શેરિંગ પૉલિસી (Data Sharing Policy) અંગે સમીક્ષા કરી રહી છે. CNBC આવાઝને સૂત્રોના માધ્યમથી મળેલી જાણકારી પ્રમાણે, જે કંપનીઓના સર્વર ચીન (China)માં છે તેમના પર પ્રતિબંધ લાગી શકે છે. આ સાથે આઇટી મંત્રાલય અનેક વેબસાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપી શકે છે. આઇટી મંત્રાલયના અનેક ધારાધોરણોની સમક્ષી કરી રહ્યું છે. સરકાર જે 20 એપ્સની ડેટા શેરિંગ પૉલિસીની સમીક્ષા કરી રહ્યું છે તેમાં પ્રસિદ્ધ ગેમિંગ એપ્સ સામેલ છે.
ભારતમાં 59 ચીની એપ્સ પર પ્રતિબંધ
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ, 2000 (IT Act, 2020)ની કલમ 69A અંતર્ગત ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેન્દ્ર સરકારે આ પગલું ત્યારે ભર્યું હતું જ્યારે લદાખની ગલવાન ખીણ (Galwan Valley) ખાતે સરહદ વિવાદ ચાલી રહ્યો છે.
चीन के 59 एप्स पर बैन लगाने के बाद सरकार 20 और ऐप की डाटा शेयरिंग पॉलिसी की समीक्षा कर रही है। जिन कंपनियों के सर्वर चीन में है उन पर रोक लग सकती है। पूरी खबर बता रहे हैं @aseemmanchandapic.twitter.com/3h3oEKBIbn
આ ઉપરાંત ભારતીય સેનાને અધિકારીઓ અને સૈનિકોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ 89 એપ્સની એક યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ તમામ એપ્સને મોબાઇલમાંથી હટાવવાનું કહેવામાં આવ્યું છે. આદેશ પ્રમાણે તમામ લોકોએ 15 જુલાઇ સુધી આ કામ કરવાનું રહેશે. (અસીમ મનચંદા, સંવાદદાતા, CNBC આવાઝ)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર