Home /News /business /ઓલા ઉબર થશે જૂના, હવે આકાશમાં ઉડશે કેબ! ભારતીય જાયન્ટ L&T વિકસાવશે Air Taxi
ઓલા ઉબર થશે જૂના, હવે આકાશમાં ઉડશે કેબ! ભારતીય જાયન્ટ L&T વિકસાવશે Air Taxi
એર ટેક્સી (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જે.એમ સિંધિયાએ તાજેતરમાં જ eVTOL મેન્યુફેક્ચરર્સને અહીં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા અને સર્વિસિસ શરૂ કરવા માટે ભારતમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
ભારતીય દિગ્ગજ એન્જિનિયરીંગ કંપની L&Tની (L&T Company) પેટાકંપની ટેક્સાસ સ્થિત એરોસ્પેસ કંપની જોન્ટ એર મોબિલિટી (jaunt Air Mobility) સાથે સંયુક્ત રીતે eVTOL (Electric Vertical takeoff and landing) એર ટેક્સી(Air Taxi) વિકસાવશે. L&T ટેક્નોલોજી સર્વિસિસ લિમિટેડના જણાવ્યા અનુસાર, તેણે જોન્ટ સાથે મલ્ટી-યર 100 મિલિયન ડોલરથી વધુની ઇલેક્ટ્રિક એર મોબિલિટી ડીલ મેળવી છે, કે જેનું મેન્યુફેક્ચરિંગ સેન્ટર કેનેડાના મોન્ટ્રીયલમાં છે.
LTTSના જણાવ્યા અનુસાર, નેક્સ્ટ જનરેશન ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ મેન્યુફેક્ચરરને eVTOL એર ટેક્સી માટે એન્જીનિયરિંગ સર્વિસિસ પ્રદાન કરવા માટે કેનેડામાં એન્જીનિયરિંગ અને R&D સેન્ટર શરૂ કરશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જે.એમ સિંધિયાએ તાજેતરમાં જ eVTOL મેન્યુફેક્ચરર્સને અહીં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા અને સર્વિસિસ શરૂ કરવા માટે ભારતમાં આવવા આમંત્રણ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, L&T-Jaunt ક્રાફ્ટ પહેલા યુએસમાં તેના પાઇલોટ રન કરી શકે છે અને ત્યાર બાદ ભારત અને અન્ય દેશોમાં આવી શકે છે. યુએસ ફર્મે ભારતમાં આવવા રસ દાખવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
LTTSએ નિવેદનમાં જણાવ્યું છે કે, “જોન્ટ જર્ની પ્રોગ્રામ માટે માળખાકિય ડિઝાઇન એનાલિસિસ, સર્ટિફિકેશન સહાય, મેન્યુફેક્ચરિંગ એન્જીનિયરિંગ જેવી સેવા પ્રદાન કરશે. અમે ફ્લાઇટ કંટ્રોલ, એર ડેટા મેનેજમેન્ટ અને કોકપિટ ડિસ્પ્લે સિસ્ટમના ઇન્ટીગ્રેશનને સમર્થન આપવા સેવાઓ પ્રદાન કરશું. યુએસ અને ભારતમાં વર્તમાન વિકાસ કેન્દ્રોનો ઉપયોગ કરવા ઉપરાંત LTTS ક્વિબેક પ્રાંતમાં એક એન્જીનિયરીંગ કેન્દ્ર ખોલશે.
25 મિનિટથી ઓછા સમયમાં હવામાં 110 કિમીની મુસાફરી
શહેરી અને પ્રાદેશિક મુસાફરીની વધતી જતી માંગને પહોંચી વળવા જોન્ટ નવી પેઢીના ટકાઉ વિમાનો લોન્ચ કરી રહી છે. આ eVTOL હેલિકોપ્ટરની જેમ ઉડાન ભરે છે અને ફિક્સ વિંગ પ્લેનની જેમ ઉડાન ભરે છે. કંપનીએ નિવેદનમાં ઉમેરતા જણાવ્યું કે, “આ નવી એર ટેક્સીઓ 25 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં હવામાં 110 કિમીથી વધુની મુસાફરી કરવાનું શક્ય બનાવશે. જેમાં પ્રવાસનો ખર્ચ લોકોને પોસાય તેવો હશે. આવાહન શહેરી હવાઇ ગતિશીલતા, કાર્ગો ડિલિવરી, સૈન્ય મિશન અને તબીબી પરિવહન પ્રદાન કરશે.”
eVTOLના મેનહટન અને JFK એરપોર્ટ વચ્ચે મુસાફરી કરવા માટે સમય અને મુસાફર દીઠ ખર્ચની સરખામણી દર્શાવે છે જે અનુસાર – ઉબર*75 મિનિટ લે છે અને તેની કિંમત $355 છે. હેલિકોપ્ટર 20 મિનિટ લે છે અને $355 કિંમત થાય છે. તેનો અંદાજ છેકે eVTOL $45ના ખર્ચે 45 મિનિટ લેશે.
જોન્ટના સીઇઓ અને સીટીઓ માર્ટિન પેરીઆએ જણાવ્યું હતું કે, જોન્ટ દ્વારા અમારું વિઝન નવા યુગના એર ક્રાફ્ટ – સંચાલિત શહેરી મુસાફરીની રેન્જમાં પ્રવેશવાનું છે, જે ઝડપી, સલામત અને અનુકૂળ છે. તે નવું સ્વચ્છ, ટકાઉ એરક્રાફ્ટ વિશ્વભરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર