Home /News /business /

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 25 અબજ ડોલરથી વધારાનો ઘટાડો: રિઝર્વ બેંક

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 25 અબજ ડોલરથી વધારાનો ઘટાડો: રિઝર્વ બેંક

ફાઈલ ફોટો

    મુંબઈ: દેશનું વિદેશી મુદ્રા ભંડાર 13 એપ્રિલથી 10 ઓગસ્ટ વચ્ચે લગભગ ચાર મહિનામાં 25.15 અબજ ડોલર (લગભદ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા)નો ઘટાડો થઈ ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતથી રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાના કારણે રિઝર્વ બેંકે ઘરેલૂ મુદ્રાને મજબૂતી આપવા માટે ડોલરને વેચ્યો જેથી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો.

    રિઝર્વ બેંકના તાજા આંકડાઓ અનુસાર વિદેશી મુદ્રા ભંડાર 13 એપ્રિલ 2018ના અંતમાં રેકોર્ડ 42.028 અબજ ડોલર સુધી પહોંચી ગયા હતા જે 10 ઓગસ્ટના અંત દરમિયાન એક સમય 400.88 અબજ ડોલર ગગડ્યો હતો.

    જોકે, સત્તાવાર રૂપથી આરબીઆઈ રૂપિયાને કોઈ નિશ્ચિત સ્તર પર બનાવવી રાખવા માટે પ્રતિબદ્ધ નથી પરંતુ મુદ્રા ભંડારમાં આવેલ ઘટાડાથી સ્પષ્ટ છે કે, કેન્દ્રીય બેંક ઘરેલૂ મુદ્રાને મજબૂતી આપવા માટે ડોલરનું વેચાણ કરી રહી છે.

    ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલરના વિરૂદ્ધ રૂપિયો 70.15ની ઐતિહાસિક રૂપથી ન્યનતમ સ્તર પર પહોંચી ગયો છે.

    આરબીઆઈના આંકડાઓ અનુસાર, પાછલા સપ્તાહ વિદેશી મુદ્રા ભંડાર 1.489 અબજ ડોલર ઘટીને 402.70 અબજ ડોલર રહી ગયું હતું. જોકે, 10 ઓગસ્ટના અંતેમાં સ્વર્ણ (સોનું) ભંડાર 14.56 કરોડ ડોલરથી વધીને 20.69 ડોલર રહ્યું.
    Published by:Mujahid Tunvar
    First published:

    આગામી સમાચાર