તૈયાર થઈ ગયું છે દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર, શુક્રવારે થશે લોન્ચ, ખેડૂતોને થશે 50 ટકા સુધીની બચત

કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે (શુક્રવારે) સાંજે 5 વાગે દેશનું પ્રથમ સીએનજી ફિટેડ ટ્રેક્ટરને લોન્ચ કરશે

સ્કૂટર, કાર અને બસ પછી હવે સીએનજી ફિટેડ ટ્રેક્ટર પણ રસ્તા પર અને ખેતરોમાં ચાલતા જોવા મળશે

  • Share this:
    નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવથી ખેડૂતોને મોટી રાહત મળવા જઈ રહી છે. સ્કૂટર, કાર અને બસ પછી હવે સીએનજી ફિટેડ ટ્રેક્ટર પણ રસ્તા પર અને ખેતરોમાં ચાલતા જોવા મળશે. કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે (શુક્રવારે) સાંજે 5 વાગે દેશનું પ્રથમ સીએનજી ફિટેડ ટ્રેક્ટરને લોન્ચ કરશે. આ પ્રસંગે પેટ્રોલિયમ અને ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, સડક પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી વીકે સિંહ અને રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.

    ટ્રેક્ટરના સીએનજી કન્વર્ઝનથી આ થશે ફાયદા

    રાવમેટ ટેક્નો સોલ્યૂશન્સ અને ટોમેસેટો અચીલે ઇન્ડિયા (Rawmatt Techno Solutions and Tomasetto Achille India) દ્વારા ટ્રેક્ટરનું સીએનજી કન્વર્ઝન કરવાથી ખેડૂતોને સીધો ફાયદો મળશે. આશા કરવામાં આવી રહી છે કે સીએનજી ટ્રેક્ટર આવવાથી ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ મળશે.

    આ પણ વાંચો - હવે WhatsApp પર મળશે નોકરીની જાણકારી, આ નંબર પર લખીને મોકલો Hi

    જેમ કે તમે બધા જાણો છો કે સીએનજી એક સ્વચ્છ ઇંધણ છે. જેમાંથી કાર્બન અને અન્ય બીજા પ્રદૂષિત કણ ઘણા ઓછા ઉત્સર્જિત થાય છે. નવી ટેકનિકથી કન્વર્ઝ કરેલ સીએનજી એન્જીનની લાઇફ પારંપરિક ટ્રેક્ટરોથી વધારે હશે. ડીઝલની સરખામણીમાં સીએનજી ટ્રેક્ટરોની માઇલેજ ઘણી વધારે હશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિ દિવસ ઉપર નીચે થાય છે જ્યારે તુલનાત્મક રૂપથી સીએનજીની કિંમતોમાં ઉતાર ચડાવ ઘણો ઓછો થાય છે.

    કેટલાક અધ્યનના રિપોર્ટ પ્રમાણે ડીઝલથી ચાલનાર ટ્રેક્ટરોની સરખામણીમાં સીએનજી ટ્રેક્ટરોને વધારે પાવર મળે છે. ડીઝલની સરખામણીમાં સીએનજીથી 70 ટકા ઓછો ઉત્સર્જન થાય છે. સીએનજી ટ્રેક્ટરોના ઉપયોગથી કિસાનોના ઇંધણનો ખર્ચ 50 ટકા ઓછા કરવામાં મદદ કરશે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો ડીઝલની કિંમત 78.03 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે સીએનજી 42.70 રૂપિયા પ્રતિ કિલો છે.

    સસ્તો હોય છે CNG

    પેટ્રોલ કે ડીઝલની સરખામણીમાં સીએનજી ઘણો સસ્તો હોય છે. સીએનજી ટેન્ક ટાઇટથી સીલ હોવાના કારણે રિફ્યૂલિંગના સમયે વિસ્ફોટની આશંકા ઘણી ઓછી રહી જાય છે.
    Published by:Ashish Goyal
    First published: