Home /News /business /સંપૂર્ણ સુધારા પહેલા ભારતીય અર્થવ્યસ્થા સામે છે 7 નવા પડકારો

સંપૂર્ણ સુધારા પહેલા ભારતીય અર્થવ્યસ્થા સામે છે 7 નવા પડકારો

પ્રતિકાત્મક તસવીર

Economy of India- સૌથી પહેલા તો તૂટેલા અંગો (MSME સેક્ટર અને અસંગઠિત શ્રમ)ને મજબૂત કરવાની ખાસ જરૂર છે

Vijay Kumar Gaba

તાજેતરમાં સામે આવેલા મેક્રો ડેટા જણાવે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા (Indian economy)એક નવા વળાંક પર આવી શકે છે. કોરોના કાળમાં (COVID-19)ભારતીય અર્થવ્યવસ્થા માંડ માંડ પાટે ચઢી છે. એ પહેલા કે અર્થવ્યવસ્થા (economy)પોતાની રીતે દોડી શકે, આવનારા અમુક મહિનાઓ સુધી તેને સરકારી (government)મદદની જરૂરિયાત પડી શકે છે. જોકે, સરકાર સામે પણ ઘણા પડકારો ઊભા છે, તો ઘણી તકો પણ છે. પડકારોનું સફળ સમાધાન વિકાસના ચક્રને ગતિ આપી શકે છે અને અર્થવ્યવસ્થાને ઊંચાઇ પર લાવી શકે છે. તો સાથે જ એક નિષ્ફળતા ઘણા મોટા પડકારો ઊભા પણ કરી શકે છે.

સૌથી પહેલા તો તૂટેલા અંગો (MSME સેક્ટર અને અસંગઠિત શ્રમ)ને મજબૂત કરવાની ખાસ જરૂર છે. નવેમ્બર, 2016માં નોટબંધી બાદથી MSMEનો એક વર્ગ નબળો પડી રહ્યો છે. તો જુલાઈ, 2017માં જીએસટી લાગૂ થતા બીજો ઝટકો લાગ્યો હતો. કોરોના મહામારી આ સેગ્મેન્ટ માટે વધુ એક મોટો ઝટકો હતી.

બદલતા સમયની સાથે ડિજીટલ પ્લેટફોર્મ તરફ ગ્રાહકોના બદલતા વ્યવહારે પણ આ સેક્ટરને પ્રભાવિત કર્યું છે. વધારામાં તૂટેલી સપ્લાઇ ચેન અને કડક ધિરાણ ધોરણોએ પણ નવા પડકારો સામે રાખ્યા છે. કોરોના મહામારીમાં અસંગઠિત મજૂરોને મોટા પ્રમાણમાં હિજરત કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને વર્ષ 2020માં લાગેલા પ્રારંભિક લોકડાઉન દરમિયાન આવા મજૂરોની હાલત અત્યંત કફોડી બની હતી. જોકે પ્રતિબંધો હટતા અને સ્થિતિ કાબૂ આવતા ઘણા લોકો પોતાના કામે પરત ફર્યા છે, પરંતુ પડકારો હજુ પણ યથાવત છે.

બીજું કે બે વર્ષ દરમિયાન થયેલા નુકસાનના ખાડો પૂરવા માટે અને વિકાસ ઝડપી બનાવવા માટે યોગ્ય પગલાઓ લઇ તેને તુરંત જ લાગૂ કરવાની જરૂર છે.

ત્રીજું કોરોના મહામારી પહેલા જેવી રિકવરી લાવવા માટે માત્ર આર્થિક ગતિવિધિઓ અપર્યાપ્ત છે, કારણ કે મહામારી પહેલા પણ અર્થવ્યવસ્થા ઘણા વર્ષોથી ધીમે ચાલી રહી હતી અને યુવાનો માટે નોકરીની પર્યાપ્ત તકો પણ નહોતી. 8+ ટકાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારને સતત વિકાસ માટે ઘણા પગલાઓ લાગૂ કરવાની જરૂરિયાત પડશે.

આ પણ વાંચો - Stock Market Updates: રેકોર્ડ ઊંચાઈ પર શૅર બજાર, Sensex પહેલીવાર 59,000ને પાર, Nifty 17,600ની નજીક

ચોથું કોવિડ-19 મહામારી સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતાને વધારી દીધી છે. ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચવામાં અસમાનતાએ આરોગ્ય ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર જેવા સામાજીક ક્ષેત્રોમાં વિભાજન વધારી દીધું છે. તો સાથે જ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં પણ અંતર વધી ગયું છે.

સામાજીક સદ્દભાવ અને શાંતિ જાળવી રાખવા માટે આ અસમાનતા રૂપી ખાડાને પૂરવાની ખાસ જરૂરિયાત છે. અલબત્ત આ ખાડાઓ ભૌતિક રીતે પૂરાઇ શકે છે તે દર્શાવવા માટે કોઇ વિશ્વસનીય ઉદાહરણો નથી. તેમ છતા પણ બંને પક્ષો વચ્ચે મજબૂત પુલો (તકો અને પહોંચ)નું નિર્માણ કરીને જે વંચિતોને બીજી તરફ સ્વતંત્ર રૂપે પહોંચાડી શકે છે, તો એક સકારાત્મક ગતિ આપી શકાય છે.

પાંચમું વિશ્વભરની બેંકોએ મહામારીથી થયેલા નુકસાનને ઓછું કરવા માટે ખૂબ સરળ નાણાંકિય નીતિઓ અપનાવી છે. લોજિસ્ટિક મર્યાદાઓની સાથે સસ્તા નાણાંની વિપુલતા પણ તરતી રહે છે અને ઘટતી માંગના કારણે કિંમતો અર્થતંત્રની સહિષ્ણુતાની મર્યાદાથી આગળ વધી રહી છે. મોટાભાગની કેન્દ્રીય બેંકોએ નાણાંકિય પ્રોત્સાહનને વ્યવસ્થિત કરવાનું વચન આપ્યું છે. પરંતુ ટૂંકાગાળાના પડકારોથી મોં ફેરવી શકાતું નથી. ભારત સરકારે આવા વિક્ષેપોની નકારાત્મક અસરોને ઘટાડવા માટે પૂરતી યોજનાઓ બનાવવાની જરૂરિયાત છે. આ વિક્ષેપો (આયાતી) ફુગાવો, રૂપિયા અને બોન્ડની આવકને બાહરી પ્રવાહોના કારણે અસર કરી શકે છે.

છઠ્ઠુ, એક તરફ જ્યાં વિશ્વ મહામારીમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે, ત્યાં એશિયામાં ભૌગોલિક રાજકિય સ્થિતી પ્રતિદિન ખરાબ થઇ રહી છે. અફઘાનિસ્તાન, યુએસ અને ચીન વચ્ચે એક પ્રતિકાત્મક યુદ્ધક્ષેત્ર બની રહ્યું છે. ભારત માટે ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાઓ પર ચિંતા ભૌતિક રીતે વધી ગઇ છે. ખાસ કરીને પાકિસ્તાન સમર્પિત તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરતા આ ચિંતા વધુ મોટી બની છે.

સાતમું, અનિયમિત ચોમાસું અને સતત સપ્લાય ચેનના મુદ્દાઓનો અર્થ છે કે આવનારા તહેવાર દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ (ખાસ કરીને ડુંગળી)નો ભાવ ભૌતિક રીતે વધી શકે છે. ઉત્તરપ્રદેશ અને પંજાબ (અને અન્ય ત્રણ) રાજ્યોમાં ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત દિવાળી આસપાસ થશે. તેથી સરકાર માટે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવા એક નવો પડકાર બનશે.

અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવાની આ પ્રક્રિયા એટલી સરળ નથી. ભારતને વિકાસની નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવા સરકારને ઘણા પડકારોનો સામનો કરવો પડશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Business, COVID-19, Indian economy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन